Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૩૭૯ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો

શેરબજારમાં આજે તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૩૭૯ પોઇન્ટ ઉછળીને ૩૬૪૪૪ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૧૨૩ પોઇન્ટ ઉછળીને ૧૦૯૮૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૩.૧૭ ટકાનો ઉછાળો રહ્યો હતો. તાતા મોટર્સના શેરમાં પણ સૌથી વધુ ઉછાળો રહ્યો હતો.
નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૨.૬૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જિંદાલ સ્ટેઇનલેસ સ્ટીલ અને હિન્દુસ્તાન કોપરમાં ઉછાળો જોવા મળ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૨૯૧ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૭૯૪ જોવા મળી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૪૩૫ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૪૧૭ રહી હતી. આરઈસીના શેરમાં પાંચ ટકા સુધીનો ઉછાળો અને પાવર ફાઈનાન્સ કોર્પોરેશનના શેરમાં ૨.૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન બાવન સપ્તાહની ઉંચી સપાટી આમા જોવા મળી હતી. તાતા મોટર્સના શેરમાં ૧૦ ટકાનો ઉછાળો રહ્યો હતો. એશિયન શેરબજારમાં પણ તેજી જામી હતી.
અમેરિકી અર્થતંત્ર અને ચીનમાં હાલમાં આંકડાઓ ઉતારચઢાવ વાળા જોવા મળી રહ્યા છે. આજે કારોબારમાં જુદા જુદા પરિબળોની અસર રહી હતી. જો કે, બેંકિંગ શેરમાં લેવાલી જામી હતી. આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈટીસી અને આરઆઈએલના શેરમાં તેજી રહી હતી.
ગઇકાલે કારોબાર શિવરાત્રીના કારણે બંધ રહ્યો હતો.
ગયા સપ્તાહમાં સેંસેક્સ ૧૯૨ પોઇન્ટ ઉછળીને અને નિફ્ટી ૭૨ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો. કારોબારીઓના કહેવા મુજબ છેલ્લા કેટલાક દિવસથી જે પ્રકારના ઘટનાક્રમ જોવા મળી રહ્યા છે તે જોતા ફરીવાર મોદીની જીતવાની શક્યતા વધી ગઈ છે. તે પહેલા અનિશ્ચિતતા દેખાઈ રહી હતી પરંતુ હવે ફરી એકવાર સ્થિર સરકારની શક્યતા દેખાઈ રહી છે. કઠોર પોલિસી નિર્ણય લેવામાં સક્ષમ સરકાર બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે.
અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણા પણ યોજાનાર છે. આ સપ્તાહમાં જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની સમકક્ષ જિંગપિંગ મળનાર છે. આ બેઠક સફળ સાબિત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત યુરોપિયન સેન્ટ્રલ બેંકની બેઠક ૭મી માર્ચના દિવસે યોજાનાર છે જેમાં આ વખતે રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.
ઇસીબીની બેઠક પહેલા ડઝન જેટલા યુરો ઝોનમાં સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવામાં આવી શકે છે. ઇસીબીની બેઠકમાં યુરોઝોન અર્થતંત્રને મજબૂત બનાવવા નક્કર પગલા લેવામાં આવી શકે છે. વૈશ્વિક માંગણીને ધ્યાનમાં લઇને ચિંતા વધતા કિંમતોમાં ઘટાડો થયો છે. વિદેશી મૂડીરોકાણકારોએ આ વખતે ફેબ્રુઆરી મહિનામાં ભારતીય શેરબજારમાં આશરે ૧૭૭૨૦ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે. આ મૂડીરોકાણ નવેમ્બર ૨૦૧૭ બાદ સૌથી વધારે છે. વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણકારો દ્વારા નવેમ્બર ૨૦૧૭માં ભારતીય શેરબજારમાં ૧૯૭૨૮ કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હતું. વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિનામાં શેરબજારમાં ૧૧૭૮૯૯.૭૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

Related posts

મસુદની હાલત ખરાબ હોવાના અહેવાલ

aapnugujarat

સમજોતા બ્લાસ્ટ : પુરાવાના અભાવે કોઇપણને સજા નહીં

aapnugujarat

લોકસભા ચૂંટણી પહેલા અખિલેશનું નિવેદન : ઉત્તર પ્રદેશમાં બિન-કોંગ્રેસી હશે ગઠબંધન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1