Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દલિતપ્રેમની રાજનીતિ ? : આરજેડી નેતા તેજસ્વી યાદવનો રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદનું ફાઈવસ્ટાર હોટલમાં દલિતો સાથેનું લંચ વિવાદોમાં ફસાયું છે. આરજેડીના નેતા તેજસ્વી યાદવે દાવો કર્યો છે કે આંબેડકર જયંતી પર પટનાના ચીના કોઠી દલિત ટોલામાં ગરીબ દલિતો સાથેનું ભોજન ઠુકરાવીને કેન્દ્રીય પ્રધાને ફાઈવસ્ટાર હોટલમાં છોલે-ભટૂરે ખાઈને દલિત સશક્તિકરણ કર્યું છે. રવિશંકર પ્રસાદે પલટવાર કરતા સવાલ કર્યો છે કે શું ગરીબ એસસી-એસટી બહેનોને તેમની સાથે મોટી હોટલમાં ભોજન કરવાનો અધિકાર નથી?
બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતી વખતે ૧૪મી એપ્રિલે કેન્દ્રીય દૂરસંચાર મંત્રાલય દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોના સશક્તિકરણ માટે પટનાની ફાઈવસ્ટાર હોટલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ હતા. રવિશંકર પ્રસાદે ફાઈવસ્ટાર હોટલમાં અનુસૂચિત જાતિ સમુદાયના લોકો સાથે ભોજન કર્યું તેના પર વિવાદ સર્જાયો હતો.આંબેડકર જયંતીના દિવસે ફાઈવસ્ટાર હોટલમાં દલિત મહિલાઓ સાથે ભોજન કરવાની તસવીરો અને વીડિયો વાઈરલ થયા બાદ વિવાદ વકર્યો હતો. આરજેડીના નેતા તેજસ્વી યાદવે દલિતોને ત્યાં કેન્દ્રીય પ્રધાન પર ભોજન ઠુકરાવવાનો આરોપ લગાવતા ટિ્‌વટ કર્યું હતું કે ચીના કોઠી દલિત ટોલામાં ગરીબ દલિતોને ત્યાં ભોજન ઠુકરાવ્યા બાદ ફાઈવસ્ટાર હોટલ પહોંચી છોલે-ભટૂરે ખાઈને આંબેડકર જયંતી પર દલિત સશક્તિકરણ કરતા કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ.
તેજસ્વી યાદવના કટાક્ષ પર રવિશંકર પ્રસાદે જવાબ આપતા ટિ્‌વટ કર્યું છે કે આખા બિહારમાંથી આવેલી ડિજિટલ સાક્ષર એસસી-એસટી બહેનો અને દીકરીઓને આંબેડકર જયંતીના દિવસે પટનામાં સમ્માનિત કરી અને તેમની સાથે ભોજન કર્યું. શું આવી ગરીબ એસસી-એસટી બહેનોને તેમની સાથે મોટી હોટલમાં ભોજન કરવાનો અધિકાર નથી? આ મારું સૌભાગ્ય છે કે મારી તેમણે મુલાકાત લીધી અને મારી સાથે ભોજન કર્યું.આંબેડકર જયંતી નિમિત્તે ૧૪ એપ્રિલથી પાંચમી મે સુધીમાં કેન્દ્રીય પ્રધાનમંડળના સદસ્યોને વડાપ્રધાન મોદીએ દલિત વસ્તીમાં જઈને તેમની સમસ્યા સાંભળીને તેમની સાથે સહભોજનનો નિર્દેશ આપ્યો છે. આંબેડકર જયંતી પ્રસંગે શનિવારે રવિશંકર પ્રસાદ, બિહારના પ્રધાન નંદકિશોર યાદવ અને સ્થાનિક ધારાસભ્ય સંજીવ ચૌરસિયા અને નીતિન નવીન પટનાના ચીના કોઠી દલિત વસ્તીમાં ગયા હતા અને લોકોની સમસ્યા પણ સાંભળી હતી. દલિત વસ્તીમાં લોકો સાથે ભોજનનો પણ કાર્યક્રમ નિર્ધારીત હતો. પરંતુ મંત્રાલયના કાર્યક્રમને કારણે તેઓ અહીંથી નીકળી ગયા હતા. જો કે નંદકિશોર યાદવ, સંજીવ ચૌરસિયા અને નીતિન નવીને વિદ્યાપતિ ભવનમાં દલિતો સાથે સહભોજન કર્યું હતું.

Related posts

राहुल वापसी करेंगे : एंटनी

aapnugujarat

जवानों को मिली 40 हजार बुलेटप्रूफ जैकेट

aapnugujarat

सेना : वीरता पुरस्कार विजेता को अब दोगुनी रकम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1