Aapnu Gujarat
મનોરંજન

Arjun Kapoorને ખૂબ જ પસંદ છે Malaika Aroraના હાથની રસોઈ

મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor) બી-ટાઉનના સ્વીટ કપલમાંથી એક છે. બંને હાલમાં જ જર્મનીના બર્લીનમાં રોમેન્ટિક વેકેશન એન્જોય કરીને આવ્યા છે અને આ દરમિયાનની તેમની તસવીરોએ ફેન્સને કપલ ગોલ્સ પણ આપ્યા હતા. ત્યાંથી આવ્યા બાદ એક્ટ્રેસે એક ફેશન શોમાં રેમ્પ વોક કર્યું હતું અને તે સમયે અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે એક ફન સેગ્મેન્ટમાં ભાગ લીધો. તેને શું બોયફ્રેન્ડ માટે ક્યારેય સ્પેશિયલ કૂકિંગ કર્યું છે અથવા તેણે તેને માટે કોઈ ડિશ બનાવી છે કે કેમ તેમ પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં તેણે કહ્યું હતું કે ‘હું હંમેશા અર્જુન માટે કૂકિંગ કરું છું. હું ક્યારેય પણ તેને કૂક કરવા માટે કહીને ભૂલ કરતી નથી. જો તમે કૂક ન કરી શકો, તો હું શું કામ તેને કૂક કરવાનું કહીશ. ચા કેવી રીતે બનાવવી તે પણ અર્જુન નથી જાણતો. તે શું કામ કૂક કરશે? મને કૂકિંગ કરવાની મજા આવે છે અને તે ઠીક પણ છે. અમારે બંનેએ કૂક કરવાની જરૂર નથી. હું જે ડિશ બનાવું છું તેને તે ભાવે છે. આ સૌથી મહત્વનું છે’.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઘણા સમયથી રિલેશનશિપમાં છે. બંનેના પરિવાર તરફથી પણ તેમને લીલી ઝંડી મળી ગઈ છે. જો કે, એક્ટ્રેસે લગ્ન કરવાની સહેજ પણ ઉતાવળી નથી અને તેઓ બંને હાલ પ્રી-હનીમૂન તબક્કાને એન્જોય કરી રહ્યા હોવાનું તેનું કહેવું છે. હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં મલાઈકાએ કહ્યું હતું કે, અરબાઝ ખાન સાથે ડિવોર્સ થયા બાદ તેને 12 વર્ષ નાના અર્જુનમાં પ્રેમ મળ્યો હતો. બંને વચ્ચે ઉંમરનો વધારે તફાવત હોવાથી તે ટ્રોલ પણ થઈ હતી. જો કે, એક્ટ્રેસે કહ્યું હતું કે, પ્રેમ ઉંમર સુધી સીમિત હોતો નથી અને કપલે હંમેશા એકબીજા વિશે જાણતા રહેવું જોઈએ. બંને એકબીજા સાથે ભવિષ્ય ઈચ્છે છે, જો કે હાલ લગ્નનું કોઈ પ્લાનિંગ નથી.

મલાઈકાએ ઉમેર્યું હતું કે, દરેક વ્યક્તિએ રિલેશનશિપમાં પોઝિટિવ અને સિક્યોર રહેવાની જરૂર પડે છે, અને તે અર્જુન સાથેના તેના સંબંધ વિશે આશાવાદી અને ખુશ છે. આ સાથે તેણે કહ્યું હતું કે, તેઓ એકબીજાને રિલેશનશિપમાં ખૂબ જ જરૂરી તેવો આત્મવિશ્વાસ અને ખાતરી આપે છે. બંને નિયમિત તેમના જીવનને અને રોમેન્ટિક રિલેશનશિપને એન્જોય કરી રહ્યા છે. મલાઈકાએ અર્જુન સાથે ઘરડા થવાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તે એવો પુરુષ છે જેની તેને જીવનમાં જરૂર હતી.

પાર્ટનર અર્જુનના વખાણ કરતાં મલાઈકાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે ઉંમર કરતાં વધારે સમજદાર છે. તે મજબૂત વ્યક્તિત્વ ધરાવે છે. તે એવો વ્યક્તિ છે જે ખૂબ જ મુક્ત છે અને અત્યંત કાળજી રાખે છે. મને નથી લાગતું કે તેઓ હવે આવા પુરુષો બનાવે છે. હું આગળ વધી શકું છું પરંતુ તેના આ ગુણની સૌથી વધારે પ્રશંસા કરું છું. હું આગામી 30 વર્ષ સુધી આ રીતે રહેવા માગું છું. હું બેકસીટ પર જવા માગતો નથી. હું નવા બિઝનેસ શોધવા માગુ છું, ટ્રાવેલ કરવા માગું છું અને અર્જુન સાથે ઘરે બાંધવાનું અને અમારા સંબંધોને આગામી સ્તર સુધી લઈ જવાનું ગમશે’.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, ફિટનેસ ફ્રિક મલાઈકા અરોરા મુંબઈમાં પોતાનો યોગા સ્ટુડિયો ચલાવે છે. આ સિવાય તે ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. જો કે, તે રિયાલિટી શો જજ કરતી જોવા મળે છે. બીજી તરફ અર્જુન કપૂર મુદસ્સર અઝીઝ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી ફિલ્મ ‘મેરી પત્ની રિમેક’માં કામ કરી રહ્યો છે, જેમાં તેની સાથે રકુલ પ્રીત સિંહ અને ભૂમિ પેડનેકર છે. આ એક રોમાન્સ કોમેડી ડ્રામા ફિલ્મ છે, જે આ વર્ષે જ રિલીઝ થશે. આ સિવાય તેની પાસે અનીઝ બઝમીની ફિલ્મ ‘ફન એન્ડ ફસ્ટ્રેશન’ છે, જે તમન્ના ભાટિયા, વેંકટેશ, વરુણ તેજ અને મેહરીન પિરઝાદા સ્ટારર તેલુગુ ફિલ્મ F2ની હિંદી રિમેક છે.

Related posts

मॉर्गन के कहने पर सुपर ओवर खेली : स्टोक्स

aapnugujarat

ट्विटर पर लक्ष्मीबम को बॉयकॉट करने की हो रही मांग

editor

બાયોપિકમાં સંજય દત્તની લાઇફને યોગ્ય રીતે રજૂ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1