Aapnu Gujarat
રાષ્ટ્રીય

વીડિયો જોઈ રહેલી 8 વર્ષની બાળકીના ચહેરા પર મોબાઈલ ફાટ્યો, ગંભીર ઈજા થતા મોત

કેરલમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે જાણીને તમારા હોંશ ઉડી જશે. આ હૃદયદ્વાવક કિસ્સામાં મોબાઈલ ફાટતા એક 8 વર્ષીય બાળકીનું મોત થયુ છે. આ મામલો કેરલના ત્રિશૂર જિલ્લાનો છે. આદિત્યશ્રી નામની 8 વર્ષીય બાળકી મોબાઈલમાં વીડિયો જોઈ રહી હતી ત્યારે તે મોબાઈલ ફાટ્યો હતો. ચહેરા પર મોબાઈલ ફાટતા આદિત્યશ્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. પરિવારના સભ્યો બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, ઈજા ગંભીર હોવાને કારણે બાળકીનું સારવાર દરમિયાન મોત થયુ હતું.
સમગ્ર મામલે કેરલ પોલીસે જણાવ્યુ હતુ કે, 8 વર્ષીય બાળકી આદિત્યશ્રી ત્રિશૂર જિલ્લાના થિરુવિલાવમાલા વિસ્તારની રહેવાસી હતી. આદિત્યશ્રી પોતાના ઘરે રાત્રે મોબાઈલ પર વીડિયો જોઈ રહી હતી, ત્યારે આશરે 10.30 વા્ગ્યાની આસપાસ મોબાઈલમાં ધડાકો થયો હતો. જેમાં આદિત્યશ્રી ગંભીર રીતે ઘવાઈ હતી..

ત્રણ વર્ષ પહેલા જૂનામાં ખરીદ્યો હતો મોબાઈલ
પોલીસે વધુમાં જણાવ્યુ હતુ કે, થઇરુવિલાવમાલામાં આવેલી ન્યૂ લાઈક સ્કૂલમાં આદિત્યશ્રી અભ્યાસ કરતી હતી અને ત્રીજા ધોરણમાં ભણતી હતી. આદિત્યશ્રીના પરિવારના સભ્યોનું કહેવુ છે કે, અમે આ મોબાઈલ સેકેન્ડ હેન્ડ ત્રણ વર્ષ પહેલા ખરીદ્યો હતો. સોમવારની રાત્રે જ્યારે આદિત્યશ્રી વીડિયો જોઈ રહી હતી ત્યારે મોબાઈલમાં ધડાકો થયો હતો. જો કે, આ મોબાઈલ કઈ કંપનીનો હતો તે જાણવા મળ્યુ નથી

ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી
મોબાઈલમાં ઘડાકો થયા બાદ ફોરેન્સિક વિશેષજ્ઞોની ટીમ આદિત્યશ્રીના ઘરે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.આદિત્યશ્રીના પિતાનું નામ અશોક કુમાર છે, જે પાઝાયનૂર બ્લોક પંચાયતના પૂર્વસદસ્ય છે, જ્યારે તેની માતાનું નામ સોમ્યા છે. સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

અગાઉ પણ બની છે મોબાઈલ બ્લાસ્ટની ઘટના
તમને જણાવી દઈએ છે કે, મોબાઈલ ફટવાની ઘટના અનેક વખત સામે આવતી હોય છે. આ વર્ષમાં ફેબ્રૂઆરીમાં મધ્યપ્રદેશના ઉ્જૈજનના બડનગર જિલ્લામાં ચાર્જિંગમાં લગાવેલા મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 60 વર્ષીય વ્યક્તિની મોત થઈ હતી. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, આધેડના શરીરના ટૂકડે ટૂકડા થઈ ગયા હતા.

Related posts

ઇપીએફઓ ૮.૬૫ ટકા વ્યાજદર જાળવશે : ૨૧મીએ મિટિંગ મળશે

aapnugujarat

કેજરીવાલની રેલીમાં ફરી વિપક્ષની એકતાનું પ્રદર્શન

aapnugujarat

केंद्र ने कहा- सरकारी नौकरियों में SC/ST का प्रतिनिधित्व उनके तय आरक्षण से ज्यादा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1