Aapnu Gujarat
ગુજરાત

વીજળીના કડાકા સાથે આજે પણ અ’વાદમાં વરસાદ ખાબકી શકે

ગુજરાત રાજ્યમાં અત્યારે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદમાં ઝરમર વરસાદ પડવાની સંભાવના યથાવત છે. શહેરમાં આજે પણ વાદળાયા વાતાવરણ સાથે વરસાદ ખાબકી શકે એની સંભાવના રહેલી છે. નોંધનીય છે કે રવિવારે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે હજુ આજે અને આગામી 3-4 દિવસ સુધી પણ વરસાદ પડશે એવી આગાહી કરી છે.
અમદાવાદ શહેરમાં આજે વરસાદ પડવાની સાથે લોકો લોન્ગ ડ્રાઈવ પર પણ જઈ શકે છે. નોંધનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અત્યારે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. અમદાવાદમાં વાવાઝોડું પણ ફૂંકાઈ શકે છે. વળી ગત રોજ વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35. 2 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થયું હતું, જે સામાન્ય કરતાં 6. 1 ડિગ્રી ઓછું રહ્યું હતું.

અમદાવાદમાં IMDની આગાહી મુજબ, “શહેરમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. ”

આણંદ, ખેડા, અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, વડોદરા, મહિસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, નર્મદા અને તાપી જેવા ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આની સાથે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં જેમ કે મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ-દ્વારકા, જામનગર, રાજકોટમાં પણ ઝરમર ઝરમર વરસાદ ખાબકી શકે છે. આ અંગે IMDએ વિગતવાર માહિતી આપી હતી.

ત્યારબાદ રાજ્યભરમાં આગામી ચારથી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. રવિવારે સતત ત્રીજા દિવસે ગુજરાતના તમામ ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું હતું.

વલ્લભ વિદ્યાનગર ગુજરાતનો સૌથી ગરમ પ્રદેશ હતો જેમાં મહત્તમ તાપમાન 37. 2 ° c અને ત્યારબાદ વડોદરા (36 ° c) અને અમદાવાદ (35. 2 ° c)ના આંકડાને સ્પર્શી ગયા હતા.

Related posts

ગુજરાત હાઈકોર્ટનાં પૂર્વ જજ વિનુ ભૈરવિયાનું બેસણું

aapnugujarat

અમદાવાદમાં હેબતપુર વિસ્તારમાં લૂંટના ઈરાદે વૃધ્ધદંપત્તીની ઘાતકી હત્યા

editor

नर्मदा बांध के २४ दरवाजे पहली बार ४.१ मीटर तक खोले गये

aapnugujarat

Leave a Comment

UA-96247877-1