Aapnu Gujarat
બ્લોગ

ચૂંટણી પંચ સામે કોઈ જાગૃત વીરલો કેસ ઠોકી દે તો….?!?

દેશમાં કોરોના મહામારીએ આમ પ્રજાને બેહદ મુશ્કેલીઓમા મૂકી દીધી છે. કેન્દ્ર સહિત જે તે કોરોના હોટસ્પોટ ૧૧ રાજ્યોની સરકારો આમ પ્રજાને હોસ્પિટલો, રેમડેસિવીર ઇન્જેક્શન,ઓક્સિજન બાબતે હિલોળે ચડાવી દીધી છે.અને આવા કારણે સ્મશાન ગૃહો પર અંતિમ ક્રિયા માટે લાઈનો લાગી છે. છતાં સરકારને આમાંનું કંઈ દેખાતું નહી હોય તેવુ લાગી રહ્યું છે……! જાણે કે આંખ પર આંધળો પાટો….! કોરોના ફેલાવવા માટે આમ પ્રજાને દોષ આપનાર નેતાઓની મદ્રાસ હાઈકોર્ટે બોલતી બંધ કરી દીધી છે.જોકે મોડે મોડે બધી ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આમ પ્રજાની મહેચ્છા અનુસાર તમિલનાડુ મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણીપંચને કોરોના માટે જવાબદાર ઠેરવી ચૂંટણી અધિકારીઓ સામે હત્યાનો ગુનો દાખલ થઈ શકે છે તેવું અવલોકનમા કહેતાંજ઼…. હવામા ઉડતું ચૂંટણીપંચ જમીની સ્તરે ઉતરી આવ્યું અને તાત્કાલિક કોરાના નિયમોનો કડકાઇથી અમલ કરવા માટે આદેશ જાહેર કરી દીધા. જેમાં ચૂંટણીઓ પૂર્ણ થઈ તે રાજ્યોમાં સભા-સરઘસ બંધી તથા જીતેલા ઉમેદવાર એક વ્યક્તિ સાથે સર્ટિફિકેટ લેવા જઈ શકશે તેવો નિયમ જાહેર કરતાં અનેક નેતાઓની બોલતી બંધ થવા સાથે મનની મનમાજ રહી જશે….! કારણ હાઈકોર્ટે જે પ્રકારે ચૂંટણીપંચની ઝાટકી નાખ્યુ છે અને કોરોનાની બીજી લહેર માટે દોષી ઠેરવ્યુ છે તથા હત્યાનો ગુનો દાખલ થવો જોઈએ તેમ નિર્દેશ કર્યો છે…. આ બાબતે ધ્યાનમાં કોરોના નિયમોનું પાલન નથી કરાવરાવ્યું તે બાબતો પકડીને કોઈ જાગૃત નરબંકો-વીરલો હાઇકોર્ટના નિર્દેશાનુસાર કોર્ટમાં કેસ ઠોકી દે તો તેનો રેલો અનેક રાજનેતાઓ,નેતાઓ, ઉમેદવારોના પગ તળે પહોંચી જઈ શકે તેમજ ઘણી રૂપા છૂપી બહાર આવી શકે…..!? પરંતુ હાલમાં તો આ બાબત જો અને તો વચ્ચેજ….!?
દેશના ૧૧ રાજયો કોરોના હોટસ્પોટ બની ગયા છે અને હવે કદાચ તેમાં પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય તો આશ્ચર્ય નહીં હોય…. કારણ ઉત્તરાખંડ રાજ્ય સરકારે કુંભમેળા અનુસંધાને જે રીતે કોરોના નિયમોને ગણકાર્યા નહી….! અને પછીથી સેકડો મહંતો, સાધુ-સંતો સહિતના લોકો કોરોના પોઝિટિવ આવતા ખુદ કેન્દ્ર સરકારને કુંભ મેળો ટુકાવી દેવા વિનંતી કરવી પડે…. ત્યારે મેળામાં દેશભરમાંથી લોકો આવેલા હોય છે જેમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશ, બિહારના શ્રધ્ધાળુઓ વધુ પ્રમાણમાં હોય છે….. પરિણામે યુપીમાં કોરોના વિસ્ફોટ થયો… તો કુંભ મેળામાં ભાગ લેનારા કેટલાક કોરોના સ્પ્રેડર બની ગયા હશે….!જે પૈકીના કેટલાક ગુજરાતમાં પણ પહોંચી ગયા છે. દેશના મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, યુપી, કેરળ તમિલનાડુ, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન, દિલ્હી સહિતનાં રાજ્યોમાં જે તે સરકારે સમરસ કે કોવિડ હોસ્પિટલનો ઉભી કરવા છતાં તમામ હોસ્પિટલો કોરોના દર્દીઓથી ચિક્કાર ભરાઈ ગઈ છે તથા હોસ્પિટલમાં દાખલ થવા દર્દીઓને લાઈનો લાગી છે.બીજી તરફ અનેક હોસ્પિટલોમા ઓક્સિજનની અછત ઉભી થતા સેંકડોને જીવ ગુમાવ્યા છે…રેમડેસિવીર અને દવાની અછત ઊભી થતાં દર્દીઓની હાલત ભગવાન ભરોસે જેવી બની રહી છે….આવા મહામારી ના સમયમાં આઈપીએલ મેચ યોજવા સામે લોકોમાં આક્રોશ વ્યાપી ગયો છે. તેમજ જ્યાં ત્યાં સમરસ કે કોવિડ હોસ્પિટલો ઉભી કરી ઉદ્ઘાટન યોજાયા, ૧૦૮ ની વધુ સેવા વાન મૂકવાના, ઓક્સિજન રોકી સ્વાગત કાર્યક્રમ યોજાયા, અને સ્મશાને લાકડા મોકલવાના યશ મેળવવાના વીડિયો વાયરલ થયેલ તે પણ ત્યારે કે જ્યારે સ્મશાન ગૃહોમા સતત ૨૪ કલાક મૃતદેહોના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા છે અને મૃતદેહની અંતિમક્રિયા માટે લાઈનો લાગે છે.આવા સમયમાંજ આ બાબતને ઓસ્ટ્રેલિયાના એક માતબર અખબારે એક કાર્ટૂન દ્વારા વાચા આપી છે જેમાં હાથીના મૃતદેહ પર ઉભા રહીને મુકુટધારી નેતા ભાષણ કરી રહ્યા છે જેને વિશ્વમાં ભારે તરખાટ મચાવી દીધો છે.અને આ બાબતે કેન્દ્ર સરકારે ઓસ્ટ્રેલિયા સરકારને મોદી સરકારની ઇમેજ બચાવવા પત્ર લખ્યો…અને તે પણ મીડિયામાં વાયરલ થઇ જતા કેન્દ્ર સરકાર વધુ ભીંસમાં આવી ગઈ છે….! તો લોકો સોશિયલ મીડિયા પર મોદી સરકારની આકરી ટીકા કરવા લાગ્યા છે… જે પૈકીના બે બાબતે ધુમ મચાવી દીધી છે… પાંચના અભાવે પંચમહાભૂત઼ની પ્રાપ્તિ….ઓક્સિજન, વેન્ટિલેટર, રેમડેસિવીર, હોસ્પિટલ બેડ અને ૧૦૮… તથા બીજી છે આત્મનિર્ભરનો અર્થ હવે સમજાયો…. ઓક્સિજન જાતે લાવો, વેન્ટીલેટર બેડ જાતે મેળવો, ધંધા જાતે બંધ કરો, સ્મશાન જાતે ગોતો…આ બાબત મોટા પ્રમાણમાં વાયરલ થઈ છે..જે ઘણું બધું કહી જાય છે…..!!, વંદે માતરમ્‌

Related posts

મમતા બેનરજીને પણ કહેવું પડે કે ચોલબે ના

aapnugujarat

સોમનાથ મહાદેવનો ઈતિહાસ

aapnugujarat

Morning Tweet

aapnugujarat

Leave a Comment

UA-96247877-1