Aapnu Gujarat
Uncategorized

અમદાવાદના સ્મશાનગૃહમાં મૃતદેહના વેઇટિંગના નામે પૈસાની માગણી

કોરોના મહામારીમાં અમદાવાદમાં હોસ્પિટલમાં દાખલ થવાથી લઈ સ્મશાનમાં મોક્ષ મેળવવા માટે હવે વેઈટિંગ થઈ ગયું છે. ત્યારે અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલા બાપુનગર ચામુંડા સ્મશાનગૃહમાં કામ કરતી બે મહિલાએ મૃતદેહ વેઈટિંગમાં હોવાથી ઝડપથી બાળવા માટે રૂ.૧૫૦૦ની માગ કરી હતી. મૃતદેહોનું કોઈ વેઈટિંગ ન હોવા છતાં કોરોનાની બોડી આવે છે કહી પૈસાની માગણી કરવામાં આવી હતી.
અમદાવાદના એક સ્મશાનમાં આ રીતે ત્યાં કામ કરતા કર્મચારીઓ શબના વેઈટિંગના નામે પૈસા ઉઘરાવતા હોવાનું સામે આવ્યું છે. ચામુંડા સ્મશાનગૃહનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ડેડબોડી લઇને જનારાં સ્વજનોએ ઉતાર્યો હતો. એમાં મહિલાઓ ખુદ કબૂલે છે કે અમે કોન્ટ્રેક્ટ પર છીએ પણ અમારા મહેનતના પૈસા છે, એ તો માગીએ.
કલાપીનગર વિસ્તારમાં રહેતા વિજય પટેલે ડ્ઢૈદૃઅટ્ઠહ્વરટ્ઠજાટ્ઠિ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મંગળવારે સાંજે મારા પાડોશમાં રહેતા ૯૯ વર્ષના વૃદ્ધનું કુદરતી મૃત્યુ થઈ જતાં તેમને અંતિમવિધિ માટે ચામુંડા સ્મશાનગૃહમાં લઇ ગયા હતા, જ્યાં અમારી પહેલાં બે કોરોનાની ડેડબોડી હતી, જે બાળવામાં આવી હતી. બાદમાં ત્યાં કામ કરતા લોકોએ ચિતા ખાલી હોવા છતાં હમણાં વેઈટિંગમાં છે લાશ, એમ કહી મૂકવાની ના પાડી હતી. બાદમાં જાણવા મળ્યું કે તેમને પૈસા જોઈએ છીએ, માટે આવું કહ્યું હતું. જેથી તેમને જઈને પૂછ્યું કે શેના પૈસા લો છો. ધારાસભ્ય પ્રદીપ પરમારને ફોન કર્યો હતો, તેમણે પૈસા આપવાની ના પાડી બાદમાં અસ્થિ લઈ પરત ફરતા હતા ત્યારે બે મહિલાઓએ રૂ. ૧૫૦૦ માગ્યા હતા.
વીડિયો ઉતાર્યો હતો, જેમાં મહિલાઓ જણાવે છે કે અમે કોન્ટ્રેક્ટ પર કામ કરીએ છીએ અને અમે લઈએ છીએ. વેઈટિંગ હોય તો ઊભું રહેવું પડશે. અમને અમારી મહેનતના પૈસા જોઈશે. કોન્ટ્રેક્ટ પર છીએ, કોર્પોરેશન અમને પગાર નથી આપતું અને ધારાસભ્યને અહીં બોલાવો. ૧૫૦૦ રૂપિયા માગીએ છીએ, અમારી મહેનત છે. સવારે બોડી જોવા આવજો, એટલે ખબર પડે એમ કહી લાશને નામે પૈસાની માગણીઓ કરવામાં આવી હતી. નોંધનીય છે કે એક તરફ પરિવારજનોને પોતાના સ્વજન ગુમાવવાનું દુઃખ હોય છે ત્યારે બીજી તરફ આ રીતે મોક્ષ અપાવવા માટે પણ પૈસાની માગણી કરાય છે, ત્યારે આવી પરિસ્થિતિમાં મોતનો મલાજો જળવાય એ જરૂરી છે. કોર્પોરેશન અને સરકારે આવા લોકો સામે કડક પગલાં ભરવા જરૂરી છે.

Related posts

ગીરના તમામ સિંહનું સેંકડો કર્મચારી થયેલ દ્વારા સ્ક્રીનિંગ

aapnugujarat

प्रधानमंत्री मोदी ने राजकोट में एम्स की रखी आधारशिला

editor

પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા માટે બેઠક મળી

editor

Leave a Comment

UA-96247877-1