Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોના મહામારી : ઝાયડસ કેડિલાની નવી દવાને મંજુરી

મહામારી કોરોનાની સારવારની દવાના સંશોધનને લઇને અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાને વધુ એક સફળતા મળી છે. કંપનીએ કોવિડ-૧૯ની સારવારમાં ઉપયોગી એવા દવા-ઇન્જેકશ વિરાફીન બનાવી છે. અને આ દવાને ભારત સરકારના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા -ડીજીસીઆઇ દ્વારા મંજુરી આપાવામાં આવી છે.ભારત સરકારના આરોગ્ય મંત્રાલાયનાં આંકડા મુજબ શુક્રવારે રેકોર્ડ બ્રેક ૩.૩૨ લાખ નવા કોરાના કેસ ઉમેરાવા સાથે દેશમાં અત્યાર સુધી કુલ કોરોના કેસની સંખ્યા ૧.૬૨ કરોડ પહોંચી છે. તેવા સમયે રાહતના સમાચાર એ આવ્યા છે કે કોરોનાની સારવાર માટે વધુ એક દવાને મંજુરી મળી છે્‌.
રાજયની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ ડીસીજીઆઇ – ડ્રગ કન્ટ્રોલર જનરલ પાસેથી કોવિડ ૧૯ ના સંક્રમણનો ઉપચાર કરવા માટે એન્ટીવાયરલ વિરાફિન દર્દીઓની ઝડપથી રિકવરી માટે મદદ કરશે. તથા તેને સંબંધિત અનેક સમસ્યાઓમાંથી ઉગારશે.ઝાયડસ કેડિલા કંપનીએ તેની સંશોધિત નવી દવા વિરાફીન અગે દાવો કર્યો છે કે, આ ઇંજેકશનના ઉપયોગથી સાત દિવસમાં ૯૧.૧૬ ટકા કોરોના અસરગ્રસ્ત દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. આ એંટીવાયરલ ડ્રગના ઉપયોગથી દર્દી કોરોનાથી રાહત મેળવાની સામે તેની સામે લડવાની તાકાત મેળવે છે. કંપની એમ પણ જણાવી રહી છે કે, કોરોના થવાના શરુઆતના જ લક્ષણમાં જો વિરાફીન દવા આપવામાં આવે છે, તે કોરોનામાંથી બહાર આવવા સાથે તેમને પડતી મુશ્કેલીઓ ઓછી થાય છે.
ઝાયડસ કેડિલાનું કહેવુ છે કે, તેમની આ દવા લીધા બાદ ૭ દિવસમાં આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આવું ૯૧.૧૫ ટકા રોગીઓ સાથે થયું છે. કંપનીનો દાવો છે કે, હળવા લક્ષણો ધરાવતા વયસ્કોની સારવારમાં તેનો ઉપયોગ થશે. ઓક્સિજન લેવલને મેઈનટેઈન કરવા માટે પણ આ દવા કારગત નીવડી છે.
કંપનીનો દાવો છે કે, વિરાફીન દવા ૧૮ વર્ષથી વધુના અને હળવા લક્ષણવાળા દર્દીઓ પર અસરકારક સાબિત થઈ છે. ક્લિનિકલ ટ્રાયલમાં દવાના ૯૧.૧૫ ટકા રિઝલ્ટ મળ્યું છે. આ પરિણામોથી સંકેત મળ્યા છે કે, દવાથી દર્દીના રિકવરીના ચાન્સ વધુ છે, આથી બીમારીને આગળ વધતા અટકાવી શકાય છે. કંપનીએ જણાવ્યું કે, ત્રીજા ફેઝમાં હ્યુમન ટ્રાયલ ભારતના ૨૦ થી ૨૫ કેન્દ્રોમાં ૨૫૦ દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેનુ અસરકારક પરિણામ મળ્યું છે.

Related posts

ગુલમગમાં કેબલ કાર ટાવર ધરાશાયી થતાં સાતના મોત

aapnugujarat

२०१६ स्टिंग विडियो मामले में हरीश रावत के खिलाफ एफआईआर दर्ज करेगी सीबीआई

aapnugujarat

કુમારસ્વામીની મુખ્યમંત્રી તરીકે તાજપોશી થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1