Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગુલમગમાં કેબલ કાર ટાવર ધરાશાયી થતાં સાતના મોત

જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં કેબલ કાર ટાવર ધરાશાયી થઇ જતાં સાત પ્રવાસીઓના મોત થઇ ગયા હતા. આ ટાવર તીવ્ર પવનના કારણે ધરાશાયી થઇ જતાં ઘટના બની હતી. ઘટના બાદ તરત જ બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસના કહેવા મુજબ મૃત્યુ પામેલાઓની સંખ્યા વધી શકે છે. કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. પોલીસના કહેવા મુજબ મૃત્યુ પામેલા લોકોમાં ચાર પ્રવાસી દિલ્હીના શાલીમાર બાગના નિવાસી હોવાનું જાણળા મળ્યું છે. તમામ એક જ પરિવારના સભ્યો હતા. જ્યારે અન્ય એકની ઓળખ સ્થાનિક નાગરિક તરીકે થઇ છે. ગુલમર્ગમાં કેબલકાર સર્વિસ ખુબ જ લોકપ્રિય છે અને આનો મોટી સંખ્યામાં લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. ગરમીની સીઝનમાં અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પહોંચે છે. પ્રવાસીઓમાં કેબલકાર ખુબ લોકપ્રિય છે. તેની મજા માણવા માટે પ્રવાસીઓનો ધસારો રહે છે. ગુલમર્ગમાં વિન્ટર સ્પોટનું પણ આયોજન કરવામાં આવે છે. શિયાળાની સિઝન દરમિયાન લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પહોંચે છે. દુનિયાભરથી લોકો ઠંડીની સિઝનમાં ગુલમર્ગમાં સ્કીંગ કરવા માટે પહોંચે છે. ગુલમર્ગ જમ્મુ કાશ્મીરના સૌથી લોકપ્રિય વિસ્તાર પૈકી એક છે. આજે કેબલકાર ટાવર ધરાશાયી થવાની ઘટના અંગે માહિતી મળ્યા બાદ સંબંધિત તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે કેબલકાર ટાવર ધરાશાયી થવાના સંદર્ભમાં તરત આદેશ પણ જારી કરવામાં આવ્યો હતો. આના કારણ હજુ જાણી શકાયા નથી પરંતુ પ્રાથમિકરીતે જાણવા મળ્યું છે કે, તોફાની પવનના કારણે કેબલકાર ટાવરમાં તકલીફ ઉભી થઇ હતી અને તે ધરાશાયી થઇ જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

Related posts

એએપીના ૨૦ ધારસભ્યોને ગેરલાયક જાહેર કરવા ભલામણ

aapnugujarat

बीमा कंपनियां बाढ़ प्रभावित क्षेत्रों में दावों के निपटान में लाएं तेजी : वित्त मंत्रालय

aapnugujarat

बंगलुरु में तेज बारिश ने तोडा १२७ साल का रिकोर्ड

aapnugujarat

Leave a Comment

UA-96247877-1