Aapnu Gujarat
બિઝનેસ

૫૦૦ નાના પ્રાઇવેટ પીએફ ટ્રસ્ટને જોડી દેવા માટે તૈયારી

રિટાયરમેન્ટ ફંડ બોડી ઇપીએફઓ તેના નેટવર્કના ૫૦૦ નાના પીએફ ટ્રસ્ટને આવરી લેવા માટેની યોજના ધરાવે છે. જે ઇપીએફઓનો આંકડો એક કરોડનો હોઇ શકે છે અથવા તો જેમાં ૨૦ સભ્યો રહે તેને આમા આવરી લેવાના પ્રયાસ થઇ રહ્યા છે. આની સાથે જ એક હજાર આવા ટ્રસ્ટ ઉપર નજર રાખવાની કામગીરી વધુ સરળ બની જશે. શ્રમ મંત્રાલય દ્વારા એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ સ્કીમ ૧૯૫૨માં સુધારા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ચુકી છે જેથી મોટા ખાનગી પીએફ ટ્રસ્ટને આવરી લેવાના પ્રયાસ કરવામાં આવશે. ઇપીએફ સ્કીમમાં સુધારા કરવામાં આવ્યા બાદ ૨૦ સુધીના સભ્યો ધરાવનાર ખાનગી પીએફ ટ્રસ્ટ અથવા તો એક કરોડથી વધુની સંપત્તિ ધરાવનાર ઇપીએફને તેમાં આવરી લેવામાં આવશે. તેમના ટ્રસ્ટના ફંડ અને એકાઉન્ટને ઇપીએફઓ દ્વારા ટેક ઓવર કરી લેવામાં આવશે. સુત્રોનું કહેવું છે કે, સ્કીમમાં સુધારો કરવામાં આવ્યા બાદ આ નાના ટ્રસ્ટોને પણ ઇપીએફ રિટર્ન દાખલ કરવાથી મુક્તિ મળી જશે. ૧૮૦ દિવસના ગાળા માટે તેમને મુક્તિ મળશે. ૧૮૦ દિવસ બાદ મુક્તિની બાબત તેઓ ગુમાવશે. સુત્રોએ કહ્યું છે કે, પીએફ ટ્રસ્ટ ચલાવવા માટે એજ કંપનીઓ લાયકાત ધરાવે છે જેમાં કર્મચારીઓનું સંખ્યાબળ ઓછામાં ઓછુ ૫૦૦ રહે છે. સાથે સાથે તેમના કર્મચારીઓના ઇપીએફ ખાતા રહે છે. સ્કીમમાં સુધારો કરવા માટેની દરખાસ્ત શ્રમ પ્રધાનના નેતૃત્વમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા મંજુર કરવામાં આવી હતી. ઇપીએફઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ ૧૫૫૦ પ્રાઇવેટ ટ્રસ્ટમાં કુલ ૮૨ લાખ કર્મચારીઓ છે. આ ટ્રસ્ટ ૩ લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ મેનેજ કરે છે.

Related posts

ઓનલાઈન શોપિંગમાં આપવો પડશે આધાર નંબર

aapnugujarat

बैकिंग क्षमता के पुननिर्माण की योजना पर काम जारीः जेटली

aapnugujarat

તમારું પણ પૂરું થશે કરોડપતિ બનવાનું સપનું, બસ કરો આટલું કામ…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1