Aapnu Gujarat
બિઝનેસ

૧૧ પરિબળો વચ્ચે શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહેવાની સંભાવના

શેરબજારમાં નવા કારોબારી સેશનમાં ૧૧ પરિબળોની અસર જોવા મળનાર છે. આ પરિબળોના આધાર પર દલાલ સ્ટ્રીટમાં કારોબાર આગળ વધશે. જે ૧૧ પરિબળોની અસર જોવા મળનાર છે તેમાં જીએસટી રોલ આઉટ, મોનસુનની પ્રગતિ, એફએન્ડઓની પુર્ણાહુતિ, દલાલ સ્ટ્રીટને લઇન તેજસ નેટવર્ક, આઇપીઓનો સમાવેશ થાય છે. શેરબજારમાં અન્ય ઘણા પરિબળોની અસર રહેનાર છે જેમાં ક્રૂડની કિંમત, રૂપિયાની હિલચાલ, ટેકનિકલ પરિબળો, મોદીની અમેરિકાની યાત્રા, વૈશ્વિક ઘટનાક્રમનો સમાવેશ થાય છે. સૌથી વધારે અસર જીએસટીને લઇને જોવા મળનાર છે. જીએસટી વ્યવસ્થા પહેલી જુલાઈથી અમલી કરવામાં આવનાર છે. ૧૭ વર્ષના લાંબાગાળા બાદ જીએસટી ૩૦મી જૂનની અડધીરાતથી વાસ્તવિકતા બનનાર છે. જીએસટી એક પરોક્ષ કરવેરા વ્યવસ્થા છે જેના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાગૂ કરવામાં આવતા અનેક પ્રકારના ટેક્સ દૂર થઇ જશે અને તેની જગ્યાએ જીએસટી આવી જશે. બંધારણીય ૧૨૨માં સુધારા બિલને પસાર કરવામાં આવ્યા બાદ બંધારણીય ૧૨૨ સુધારા એક્ટ ૨૦૧૭ તરીકે તેને રજૂ કરવામાં આવનાર છે. જીએસટી સત્ર હેઠળ ગુડ્‌ઝ અને સર્વિસ ૦, ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકાના દર રહેશે. સોનાની કિંમતમાં આંશિક વધારો થશે. બીજી બાજુ મોનસુનની પ્રગતિ ઉપર તમામની નજર છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આ વર્ષમાં મોનસુન સિઝન દરમિયાન એલપીએના સરેરાશ કરતા સારો વરસાદ રહેશે. એલપીએથી ચાર ટકા વધુ વરસાદ રહેનાર છે. જૂન-સપ્ટેમ્બરમાં દક્ષિણ પશ્ચિમ મોનસુન દેશ માટે ખુબ મહત્વપૂર્ણ છે. કારણ કે, દેશના મોટાભાગના ખેડૂતો અને તેમની જમીનો સિંચાઈ માટે વરસાદ ઉપર આધારિત છે. દક્ષિણ-પશ્ચિમ મોનસુનની સિઝનમાં બીજી તબક્કાની પોતાની આગાહીમાં આઈએમડીએ કહ્યું હતુ ંકે, એલપીએના ૯૮ ટકા સુધી વરસાદ રહેશે. ચાર ટકા ઘટાડા વધારાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત એફ એન્ડ ઓની પૂર્ણાહૂતિ, એયુ સ્મોલ ફાઈનાન્સ બેંકના આઇપીઓ, ક્રૂડની કિંમતની અસર રહેશે. રૂપિયાની હિલચાલ ઉપર પણ અસર રહેશે. શુક્રવારના દિવસે તેજ માંગ વચ્ચે અમેરિકી ડોલર સામે રૂપિયો ત્રણ સપ્તાહની ઉંચી સપાટી ૬૪.૫૯ રહી હતી. અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડોનાલ્ડ ટ્રમ્પની વાતચીત ઉપર કારોબારીઓની નજર છે. પોર્ટુગલ, અમેરિકા અને નેધરલેન્ડના ત્રણ દિવસના પ્રવાસના પ્રથમ તબક્કામાં પોર્ટુગલ બાદ મોદી અમેરિકા પહોંચી ગયા છે. તેઓ આવતીકાલે વ્યૂહાત્મકરીતે મહત્વપૂર્ણ મુદ્દા ઉપર વાત કરશે. સેંસેક્સ શુક્રવારના દિવસે ૧૫૩ પોઇન્ટ ઘટીને ૩૧૧૩૮ની સપાટીએ રહ્યો હતો જ્યારે સનફાર્મામાં સૌથી વધુ સુધારો જોવા મળ્યો હતો. તાતા મોટર્સ ડીવીઆરમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી ૯૫૭૫ની એક મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં રજાથી ગ્રસ્ત આ સપ્તાહ દરમિયાન ઉથલપાથલ જોવા મળી શકે છે. શેરબજારમાં આવતીકાલે સોમવારના દિવસે રજા રહેશે.

Related posts

૩૦૦ રૂપિયા કિલો વેચાતા ટામેટા હવે ૮૦ પૈસા પ્રતિ કિલો

aapnugujarat

જેટ એરવેઝ સામે નાણાંકીય કટોકટી સર્જાઈ 

aapnugujarat

૫૦૦ નાના પ્રાઇવેટ પીએફ ટ્રસ્ટને જોડી દેવા માટે તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1