Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જેટ એરવેઝ સામે નાણાંકીય કટોકટી સર્જાઈ 

નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝ કંપની દ્વારા હવે કર્મચારીઓની છટણી શરૂ કરી દેવાઈ છે. કંપનીએ ઓકોટબર મહિનામાં ઓછામાં ઓછા ૧૫ લોકોને નોકરીમાંથી રજા આપી છે. આમાંથી મેનેજર અથવા તો જનરલ મેનેજર લેવલના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. સૂત્રોએ માહિતી આપતા કહ્યું છે કે એન્જિનિયરીંગ, સિક્યુરિટી અને સેલ્સ જેવા ડિપાર્ટમેન્ટમાંથી લોકોને દુર કરવામાં આવ્યા છે. આમાંથી કેટલાક લોકોની વય વધારે હતી. સપ્ટેમ્બર મહિનામાં કોઈ કર્મચારીઓને રજા મળ ન હતી પરંતુ હવે ઓકટોબર મહિનામાં ફરીથી કર્મચારીઓને ઘટાડી દેવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જેટ એરવેઝે ચેન્નાઈ અને મુંબઈ વિમાની મથક પર પોતાના આઠ વિમાનોની સેવા બંધ કરી છે. તે આ વિમાનોનો ઉપયોગ કરી રહી નથી. મુંબઈમાં એરબસ એ-૩૩૦ અને એકે એ ૩૩૦ જેવા વિમાનોની સેવા બંધ કરાઈ છે. ચેન્નાઈ વિમાની મથક પર ત્રણ એટીઆર ટર્બોપ્રોપ અને બે બોઈંગ વિમાનોની સેવા બંધ કરી છે. કંપનીના આશરે આઠથી ૧૦ વિમાન દરરોજ મેન્ટેનન્સમાં પહોંચે છે. આનો મતલબ એ થયો કે કોઈપણ સમયે તે ૧૬ વિમાનોનો ઉપયોગ કરી શકશે નહીં. આવા વિમાનોની સંખ્યા વધીને ૨૦ સુધી પહોંચી શકે છે. એરલાઈન કંપની પાસે કુલ ૧૨૪ વિમાનો છે. આમાંથઈ કેટલીક ક્ષમતાની ભરપાઈ નવા બોઈંગ ૭૩૭ મેક્સ વિમાન મારફતે થશે. જેટ દ્વારા ૨૨૫ વિમાનોનો ઓર્ડર આપવામાં આવ્યો છે જે પૈકી પાંચની ડિલીવરી મળી છે.

 

Related posts

IDBI બેંકમાંથી 51% હિસ્સો વેચવા સરકારની યોજના

aapnugujarat

હોમ લોન લેનારા લોકો માટે ખુશખબરી બેંકોએ ઘટાડ્યો વ્યાજ દર

editor

यूएई में प्रधानमंत्री मोदी के सम्मान से चिढ़ा पाकिस्तान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1