Aapnu Gujarat
બિઝનેસ

IDBI બેંકમાંથી 51% હિસ્સો વેચવા સરકારની યોજના

કેન્દ્ર સરકાર આઈડીબીઆઈ બેંકનો ૫૧ ટકા હિસ્સો વેચવાની યોજના ધરાવે છે. આઈડીબીઆઈ બેંકને હાલમાં સરકારનો ટેકો છે અને તે તેમાં હિસ્સો ઘટાડવા માગે છે. આઈડીબીઆઈ બેન્કમાં સરકાર અને એલઆઈસી સંયુક્ત રીતે ૯૪ ટકા હિસ્સો ધરાવે છે. હવે આ હિસ્સો કેવી રીતે વેચવો તે માટે પ્લાનિંગ ચાલુ છે. બંને પાર્ટી આઇડીબીઆઈમાં અમુક હિસ્સો જાળવી રાખશે, પરંતુ મોટા ભાગનો સ્ટેક વેચી નાખશે. સૂત્રોએ જણાવ્યું કે મંત્રીઓની એક પેનલ દ્વારા આ ડીલનું સ્ટ્રક્ચર નક્કી કરવામાં આવશે. સરકાર અને એલઆઈસી સપ્ટેમ્બર મહિનામાં જ આઈડીબીઆઈ મ્ટ્ઠહા માટે બિડ મગાવે તેવી શક્યતા છે. છેલ્લા ૧૨ મહિનામાં આઈડીબીઆઈ બેન્કનો શેર ૬.૩ ટકા વધ્યો છે. આ સાથે બેન્કનું મૂલ્ય ૫.૩ અબજ ડોલર અથવા ૪૨૪.૭ અબજ રૂપિયા આંકવામાં આવે છે.
આ વિશે નાણા મંત્રાલય, આઈડીબીઆઈ બેન્ક કે એલઆઈસીએ કોઈ ટિપ્પણી કરી નથી. ઓથોરિટી સરકાર અને એલઆઈસીનો હિસ્સો વેચીને મેનેજમેન્ટનું કન્ટ્રોલ પણ જતું કરશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રોકાણકારોને આ બેન્કમાં ૪૦ ટકાથી વધારે હિસ્સો ખરીદવાની છૂટ આપશે. ભારતમાં નોન-રેગ્યુલેટેડ કંપનીઓ બેન્કમાં ૧૦થી ૧૫ ટકા હિસ્સો ખરીદી શકે છે. જ્યારે તેનાથી વધારે હિસ્સો ખરીદવા માટે આરબીઆઈની મંજૂરી લેવી જરૂરી છે.
આરબીઆઈ દ્વારા આ નિયમમાં રાહત આપવામાં આવે તો સંભવિત ખરીદદારોને ઉત્તેજન મળશે અને સરકારની ખાનગીકરણની યોજના વધુ ઝડપથી આગળ વધશે. આ ઉપરાંત સરકાર ચાલુ વર્ષે ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા ૬૫૦ અબજ રૂપિયા એકત્ર કરવા માંગે છે.
સરકાર ઘણા બિઝનેસમાં પોતાનો હિસ્સો ઘટાડવા માંગે છે અથવા મોટી સરકારી કંપનીઓને બિઝનેસ સોંપવા માંગે છે. તેમાં બેન્કિંગ પણ સામેલ છે. બેન્ક ઉદ્યોગમાં પહેલેથી એસબીઆઈ જેવી મોટી બેન્ક હાજર છે ત્યારે સરકાર પાસે આઈડીબીઆઈ જાળવી રાખવાનું કોઈ કારણ નથી. આઇડીબીઆઈના વેચાણમાં સફળતા મળશે તો બીજા પબ્લિક સેક્ટર યુનિટના વેચાણમાં પણ વેગ આવી શકે છે. સરકાર દર વર્ષે ડિસઈન્વેસ્ટમેન્ટ માટે ઉંચો ટાર્ગેટ રાખે છે, પરંતુ તેને ૧૦૦ ટકા પ્રાપ્ત કરવામાં સફળતા મળતી નથી.
સરકારે સૌથી પહેલા ફેબ્રુઆરી ૨૦૨૧માં આઇડીબીઆઈ બેન્કના ખાનગીકરણની યોજના જાહેર કરી હતી. તે મુજબ આ પ્રાઈવેટાઈઝેશન કામગીરી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં પૂરી કરવાની હતી. પરંતુ આ કામગીરી થઈ શકી નથી.

Related posts

સતત ૧૪માં મહિને છટણીનો દોર ચાલુ

editor

દવાના પેકિંગ પર જેનરિક નામ મોટા ફોન્ટમાં છપાશે

aapnugujarat

विदेश से पैसा भेजने में भारतीय सबसे आगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1