Aapnu Gujarat
બિઝનેસ

સતત ૧૪માં મહિને છટણીનો દોર ચાલુ

કોરોના વાયરસની બીજી લહેરને પગલે દેશનું અર્થતંત્ર અટકી જતા મે મહિનામાં દેશની ઉત્પાદન પ્રવૃતિઓમાં મસમોટો ઘટાડો જોવા મળ્યો છે. સ્થાનિક સ્તરે લાગેલ પાબંધી અને ખાસ કરીને ઉત્પાદન સેક્ટર પર પ્રભુત્વ ધરાવતા રાજ્યોમાં કોરોનાનો કહેર અટકાવવા માટે લગાવેલ પ્રતિબંધોને કારણે મેન્યુફેકચરિંગ પીએમઆઇ ઈન્ડેકસ ગત મહિને ૧૦ માસના તળિયે પહોંચ્યો છે.
મંગળવારે જાહેર થયેલ આઈએચએસ માર્કિટ ઈન્ડિયા મેન્યુફેકચરિંગ પર્ચેસિંગ મેનેજર્સ ઈન્ડેકસ(પીએમઆઈ) મે માસમાં ૫૦.૮ના સ્તરે રહ્યો છે. એપ્રિલમાં ઈન્ડેકસ ૫૫.૫ના લેવલે હતો. મે માસમાં પીએમઆઈ ઈન્ડેકસનો સ્કોર છેલ્લા ૧૦ મહિનાનો સૌથી ખરાબ આંકડો છે.
સામાન્ય રીતે ૫૦ની ઉપરનો પીએમઆઈ આંક દેશના અર્થતંત્રમાં વૃદ્ધિ દર્શાવે છે. માર્ચ મહિનામાં સાત મહિના તળિયે પહોંચ્યા બાદ ફરી એપ્રિલમાં પીએમઆઈ ઈન્ડેકસમાં સુધારો જોવા મળ્યો હતો પરંતુ, મે માસમાં ઉત્પાદન પ્રવૃતિ ઘટી છે.
૨૦૨૦ના અંતિમ મહિનાઓમાં એકતરફી સુધારા બાદ ૨૦૨૧ની શરૂઆતથી જ અર્થતંત્રની મંદ માંગને કારણે મેન્યુફેકચરિંગ ઈન્ડેકસમાં દબાણ જોવા મળી રહ્યું હતુ અને માર્ચ મહિનામાં આવેલ કોરોનાની બીજી લહેરે સમગ્ર ઉત્પાદન સેક્ટરના કામકાજને જ ઠપ્પ કરી દીધું હતુ. આ સમયગાળામાં ઉત્પાદન, નવા ઓર્ડર અને રોમટીરિયલની ખરીદી વધી રહી હતી પરંતુ, અર્થવ્યવસ્થાના વિકાસને પુરતો ન્યાય આપી શકતો વધારો નહોતો જોવા મળી રહ્યો અને મે માસમાં તેની ખરી અસર પીએમઆઈ આંકડામાં પણ જોવા મળી છે.
આઈએચએસ માર્કિટનાઅ ઈકોનોમીક્સ એસોસિયેટ ડાયરેકટર પોલિયાના ડી લિમાએ કહ્યું કે ૨૦૨૦ કેલેન્ડર વર્ષમાં ભારતીય ઈકોનોમી સુધારા તરફી હતી પરંતુ, નબળી નવી માંગને કારણે આ ગ્રોથ મોમેન્ટમ અટક્યું હતુ અને માર્ચ-એપ્રિલમાં કોરોનાની મારને કારણે મે માસના આંકડા નકારાત્મક રહ્યાં છે.
લિમાએ ઉમેર્યું કે ગત મહિનાના આંકડા એક મોરચે નહિ વેચાણ, ઉત્પાદન, નવા ઓર્ડર અને ઈનપુટ ખરીદી સહિતના તમામ મોરચે ખરાબ રહ્યાં છે. જોકે નવી માંગ, નવા વર્ક ઓર્ડર અને નિકાસના કોન્ટ્રાકટ્‌સમાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે પરંતુ, આ આંકડા ઉત્પાદન કે વેચાણને મજબૂત બનાવા સક્ષમ ન રહ્યાં.
કોરોનાની બીજી લહેરને કારણે માંગ પર દબાણ સર્જાયું છે. નવા ઓર્ડરની વૃદ્ધિ ઓગષ્ટ, ૨૦૨૦ બાદ એટલેકે છેલ્લા ૧૦ માસમાં સૌથી ઓછી રહી છે.

Related posts

મિનિમમ બેલેન્સ મર્યાદા SBI ઘટાડે તેવા એંધાણ

aapnugujarat

રિઝર્વ બેન્કે નિયમમાં ફેરફાર કરતા ફેબ્રુઆરીથી પર્સનલ લોન મોંઘી થશે

aapnugujarat

HSBC bank may cut 10,000 more jobs worldwide

aapnugujarat

Leave a Comment

UA-96247877-1