Aapnu Gujarat
રાષ્ટ્રીય

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસમાં કોર્ટ ૧૨ સપ્ટે. ચુકાદો આપશે

જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં હવે એક નવી વાત સામે આવી છે. જિલ્લા કોર્ટમાં મંગળવારે મુસ્લિમ પક્ષે દલીલ કરી હતી કે, જ્ઞાનવાપીનો અસલી માલિક આલમગીર છે. દલીલમાં કહેવામાં આવ્યું છે કે, જે સમયે મસ્જિદ બની રહી હતી તે સમયે મુગલ શાસક ઔરંગઝેબનું શાસન હતું. આ સંપત્તિ પર પણ ઔરંગઝેબનું નામ આલમગીર તરીકે નોંધાયેલું છે. કોર્ટમાં ૨ કલાક ચાલેલી ચર્ચા દરમિયાન મુસ્લિમ પક્ષે પોતાની દલીલોમાં મુગલ શાસક ઔરંગઝેબનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો અને સાથે જ કહ્યું હતું કે, આલમગીરે આ મિલકત આપી હતી અને જેના પર મસ્જિદ બનેલી છે. ત્યારે હવે શ્રીનગર ગૌરી જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસમાં કોર્ટે ૧૨ સપ્ટેમ્બર સુધી ચુકાદો અનામત રાખ્યો છે. બંને પક્ષોની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. હવે ૧૨ સપ્ટેમ્બરે ચુકાદો સંભળાવવામાં આવશે.
મુસ્લિમ પક્ષના એડવોકેટ શામીમ અહેમદે કોર્ટમાં ૨૫ ફેબ્રુઆરી ૧૯૪૪ના રોજ રાજ્ય સરકારનું ગેઝેટ પણ રજૂ કર્યું છે. તેમણે દાવો કર્યો હતો કે, તત્કાલિન વકફ કમિશનરે વકફ મિલકતોની યાદી તૈયાર કરી હતી અને તેમાં જ્ઞાનવાપીનું નામ ટોચ પર હતું.
વકીલે આ ગેઝેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ અહેવાલના આધારે જ્ઞાનવાપી વકફ મિલકત તરીકે નોંધાયેલ છે અને સરકારે તેને ગેઝેટેડ કરાવી છે. તેમણે કહ્યું હતું કે, વકફ પ્રોપર્ટી માટે તે જરૂરી છે કે તેને આપવા માટે કોઈ હોવું જોઈએ. અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, આ મિલકત આલમગીર બાદશાહ દ્વારા વકફને આપવામાં આવી હતી. મુસ્લિમ પક્ષના વકીલે કહ્યું હતું કે, ૧૨૯૧ ફાસલીની ખસરા-ખતૌની ફાઈલ કરવામાં આવી છે જેમાં માલિક તરીકે આલમગીરનું નામ નોંધાયેલું છે.
એડવોકેટે વકફ એક્ટ ૧૯૯૫નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સિવિલ કોર્ટને તે સમયની મિલકતની બાબતોની સુનાવણી કરવાનો અધિકાર નથી. તેથી વાદી પક્ષોએ દાખલ કરેલ આ દાવો જાળવવા યોગ્ય નથી.

Related posts

નોઈડાનો ટિ્‌વન ટાવર તોડી પડાયો

aapnugujarat

નોર્થ-ઇસ્ટને ઝડપથી વિકસિત કરાશે : નરેન્દ્ર મોદી

aapnugujarat

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનશે તો વડાપ્રધાન બની શકે : રાહુલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1