Aapnu Gujarat
રમતગમત

વસીમ અકરમે સુર્યકુમારને ખતરનાક ખેલાડી ગણાવ્યો

૨૭ ઓગસ્ટથી એશિયા કપની શરૂઆત થવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા તરફથી રમનારા ક્રિકેટર્સનું લિસ્ટ ફાઈનલ થઈ ગયું છે, જેમાં રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હૂડા, દિનેશ કાર્તિક (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્ષદીપ સિંહ અને આવેશ ખાનનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટમાં ઘણા વર્ષ બાદ ભારતની ટક્કર પાડોશી દેશ પાકિસ્તાન સાથે થશે.
બંને વચ્ચે ૨૮મી ઓગસ્ટે મેચ રમાવાની છે. કોહલી લાંબા સમય બાદ ફરી ગ્રાઉન્ડ પર મેચ રમતો જોવા મળશે. બધાની નજર તેના અને રોહિત શર્માના પર્ફોર્મન્સ પર રહેશે. પરંતુ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસીમ અકરમનું માનીએ તો તેમની ટીમ માટે સૌથી મોટો ખતરો બીજો કોઈ ખેલાડી છે.
ભારત અને પાકિસ્તાનની મેચ માટે દર્શકો આતુરતાથી જોઈ રહ્યા છે. આ પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને મહાન બોલર રહી ચૂકેલા વસીમ અકરમને ભારતીય ટીમમાંથી કોઈ તેવા ખેલાડીને પસંદ કરવા માટે કહેવામાં આવ્યું હતું, જે ખરેખર પાકિસ્તાનને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે તરત જ સૂર્યકુમાર યાદવનું નામ લીધું હતું.
સૂર્યકુમારે માર્ચ, ૨૦૨૧માં ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી જ ભારતીય બેટ્‌સમેનના ક્રમનો મુખ્ય ભાગ બની ગયો છે. અકરમે કોલકાતા નાઈટરાઈડર્સમાં સૂર્યકુમાર સાથે કામ કર્યું હતું. તેમણે જૂના દિવસોને યાદ કરતાં ક્રિકેટરના કેટલાક શોટ્‌સે તેમને હેરાન કરી દીધા હોવાનું કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ’રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલી તો છે પરંતુ હાલ મારા મનપસંદ ખેલાડીઓમાંથી એક સૂર્યકુમાર યાદવ છે. તે શાનદાર છે. મેં તેને કોલકાતા નાઈટરાઈડર્સથી રમતાં પહેલીવાર જોયો હતો. કેકેઆરમાં તે નંબર ૭ અને ૮ પર રમ્યો હતો. તેણે કેટલાક એવા રમ્યા હતા, જે અસામાન્ય અને મુશ્કેલ હતા’. સૂર્યકુમાર અત્યારસુધીમાં ૨૩ ્‌-૨૦ રમી ચૂક્યો છે, જેમાં ૫ અડધી સદી અને એક સદી ફટકારી ચૂક્યો છે. સૂર્યકુમાર માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ દુનિયાની દરેક ટીમ માટે ખતરનાક સાબિત થશે તેવું વસીમ અકરમનું કહેવું છે. જ્યારથી તે ભારતીય ટીમમાં આવ્યો છે ત્યારથી સારું રમી રહ્યો છે. મને લાગે છે કે તે સ્પિન અને ફાસ્ટ બોલર માટે ખતરનાક ખેલાડી છે અને તે હકીકતમાં ૩૬૦ ડિગ્રી ખેલાડી છે, તેમ તેમણે ઉમેર્યું હતું

Related posts

स्ट्रॉस को ईसीबी क्रिकेट कमिटी का चेयरमैन नियुक्त किया गया

aapnugujarat

બેન સ્ટોક્સ મેચ રમ્યા વગર બની ગયો ‘ચેમ્પિયન’

aapnugujarat

आखिरी मैच में नए खिलाड़ियों को मिल सकता मौका : विराट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1