Aapnu Gujarat
રમતગમત

બેન સ્ટોક્સ મેચ રમ્યા વગર બની ગયો ‘ચેમ્પિયન’

બેન સ્ટોક્સ એ નામ છે જેણે ઈંગ્લેન્ડ એ ક્રિકેટના તમામ ફોર્મેટમાં મોટી ટુર્નામેન્ટમાં જીત અપાવી છે. ટીમ ગમે તે સ્થિતિમાં અટવાઈ ગઈ હોય, ઈંગ્લિશ ઓલરાઉન્ડર સ્ટોક્સ ન માત્ર ટીમને બહાર લાવે છે, પરંતુ જીતવામાં પણ મદદ કરે છે. પછી તે ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ ૨૦૧૯ની ફાઈનલ હોય કે પછી પાકિસ્તાન સામે ્‌૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨ની ફાઈનલ હોય કે પછી ૨૦૧૯ની એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટ હોય. સ્ટોક્સે એકલા હાથે ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં બેન સ્ટોક્સની માંગ ઘણી વધી ગઈ છે. તેની ફેન ફોલોઈંગ પણ ઘણી વધી ગઈ છે. તેની પાછળનું કારણ તેની ૩ ખાસ ઇનિંગ્સ છે. હાલના સમયનો તે વિશ્વ ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. તેણે ૨૦૧૯ર્ ંડ્ઢૈં વર્લ્ડ કપ ફાઇનલમાં અણનમ ૮૪ રન બનાવ્યા હતા. આ પછી, તેણે સુપર ઓવરમાં પણ બેટિંગ કરી, જે મેચ ટાઇમાં સમાપ્ત થઈ હતી. ઈંગ્લેન્ડે બાઉન્ડ્રીના આધારે પોતાનું પ્રથમર્ ંડ્ઢૈં વર્લ્ડ કપ ટાઈટલ જીત્યું હતું. આ પછી, ત્રીજી એશિઝ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના ૩૫૯ રનના લક્ષ્યાંકના જવાબમાં ૨૮૬ રનમાં ૯ વિકેટ પડી જવા છતાં, તે જેક લીચ સાથે છેલ્લી ઘડી સુધી ક્રિઝ પર રહ્યો અને ઈંગ્લેન્ડને ૧ વિકેટથી જીત અપાવી હતી. ગત વર્ષે પણ ્‌૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં તેણે અણનમ ૫૨ રન ફટકારીને ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવ્યું હતું. હારેલી મેચ જીતનાર આ ખેલાડી આજે ૩૨ વર્ષનો થઈ ગયો છે. ૪ જૂન ૧૯૯૧ના રોજ જન્મેલા બેન સ્ટોક્સની કિંમત છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી વધી ગઈ છે. જેલમાં ગયા પછી પણ તેની માંગ ઓછી થઈ નથી. ૨૦૧૭માં એક નાઈટક્લબ પાસે બે લોકો સાથે ઝઘડવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલમાં પણ જવું પડ્યું હતું. આમ છતાં ૈંઁન્માં તેની ડિમાન્ડ હતી. તે ૨૦૧૮ સિઝનનો સૌથી મોંઘો ખેલાડી હતો. રાજસ્થાન રોયલ્સે તેને ૧૨.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી, ચેન્નાઈએ તેને ૈંઁન્ ૨૦૨૩ માટે ૧૬.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તે ચેન્નાઈ માટે માત્ર ૨ મેચ જ રમી શક્યો અને લીગ સ્ટેજ પૂરો થયા બાદ ઈંગ્લેન્ડ પરત ફર્યો હતો. આ પછી ચેન્નાઈએ ટાઈટલ જીત્યું અને સ્ટોક્સ ટીમથી હજારો કિલોમીટર દૂર રહીને અને વધુ મેચ રમ્યા વિના પણ ચેમ્પિયન બની ગયો હતો. આટલું જ નહીં જન્મદિવસના એક દિવસ પહેલા જ સ્ટોક્સ ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં બેટિંગ, બોલિંગ અને વિકેટકીપિંગ વિના મેચ જીતનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે. તેણે આયર્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. ઇંગ્લેન્ડે એકમાત્ર ટેસ્ટ મેચમાં આયર્લેન્ડને ૧૦ વિકેટે હરાવ્યું હતું.

Related posts

कोहली ने RCB से खेलते हुए पूरे किए 6000 रन

editor

આઈપીએલ : આવતીકાલે દિલ્હી અને મુંબઇની વચ્ચે ટક્કર થવાની વકી

aapnugujarat

ઓસ્ટ્રેલિયન સિરિઝ માટે ૧૫મીએ ટીમ ઈન્ડિયાની પસંદગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1