Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનશે તો વડાપ્રધાન બની શકે : રાહુલ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ તાકાત લગાવી દેનાર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે મોટુ નિવદન કરીને તમામને ચોંકાવી દીધા હતા. રાહુલે કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવશે તોતેઓ વડાપ્રધાન બની શકે છે.કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં પીએમ પદની દાવેદારીના નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા છેડાઇ ગઇ છે. વર્ષ ૨૦૧૯ ચૂંટણી માટે એજન્ડાને રજૂ કરતા રાહુલ ગાંધીએ સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે તેમની પાર્ટી જો જીતશે તો તેઓ વડાપ્રધાન બની શકે છે. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનશે તો તેઓ વડાપ્રધાન બનશે કે કેમ તે અંગે પુછવામાં આવતા રાહુલે કહ્યુ હતુ કે તેમની પાર્ટી જીતશે તો તેઓકેમ વડાપ્રધાન બનશે નહી. રાહુલ ગાંધીના આ નિવેદનથી એક બાબત સ્પષ્ટ થઇ ગઇ છે કે લોકસભા ચૂંટણી માટેની તૈયારીમાં કોંગ્રેસ પાર્ટી લાગી ગઇ છે. રાહુલ ગાંધીએ પ્રથમ વખત વડાપ્રધાન પદને લઇને વાત કરી છે. રાહુલે કહ્યુ હતુ કે કેટલાક રાજ્યોમાં અમે પોતાની રણનિતી પર કામ કરીશુ તો કોંગ્રેસને વર્ષ ૨૦૧૪ જેવા પરિણામ જોવા પડશે નહી. તેમણે દાવો કરતા કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૯માં મોદી દેશના વડાપ્રધાન બનશે નહી. કર્ણાટકમાં એવી વ્યક્તિને મુખ્યપ્રધાનપદના ઉમેદવાર કેમ બનાવવામાં આવ્યા છે જેમના નામે કેટલાક ગુના રહેલા છે અને જેલની હવા ખાઇ ચુક્યા છે. રાહુલે કહ્યુ હતુ કે આજે બેરોજગારીનો દર આઠ વર્ષની ઉંચી સપાટી પર છે. બેંગલોરમાં પત્રકારો સાથે વાતચીત કરતા રાહુલે કહ્યુ હતુ કે યેદીયુરપ્પા સામે અનેક કેસો રહેલા છે. જેલમાં પણ જઇ આવ્યા છે. રાહુલે તમામ સંસ્થાઓ પર કબજો જમાવી લેવાનો ભાજપ અને સંઘ પર આક્ષેપ કર્યો હતો. રાહુલે કહ્યુ હતુ કે તેઓ કર્ણાટકના સંબંધમાં વાત કરવા માંગે છે. મોદી પર પ્રહારો કરતા તેમણે કહ્યુ હતુ કે એક ભ્રષ્ટ વ્યક્તિને શા માટે મુખ્યપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તે બાબત કોઇને ગળે ઉતરી રહી નથી. આખરે રેડ્ડી બ્રોધર્સને ટિકિટ કેમ આપવામાં આવી છે. રેડ્ડી બ્રોધર્સ પર રાજ્યના ૩૫ હજાર કરોડ રૂપિયા લુંટવાનો આરોપ છે. વડાપ્રધાને દર વર્ષે બે કરોડ લોકોને નોકરી આપવાની વાત કરી હતી. આજે આઠ વર્ષમાં સૌથી ઉંચો બેરોજગારીનો દર રહ્યો છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં એક પછી એક રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી હારી રહી છે ત્યારે આ પ્રકારના નિવેદનને લઇને ભારે ચર્ચા છે.

રાહુલની દાવેદારીને લઇ સાથી પક્ષો ઉદાસીન
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે પીએમ પદની દાવેદારી નોંધાવી દીધા બાદ રાજકીય પક્ષો તરફથી ભાવ મળ્યો નથી. એનસીપી સહિત મોટા ભાગની રાજકીય પાર્ટીએ રાહુલના નિવેદનને વધારે મહત્વ આપ્યુ નથી. રાહુલના નિવેદનને ઉત્સાહજનક સમર્થન મળી રહ્યું નથી. યુપીએના પ્રમુખ સાથી પક્ષ એનસીપીએ કહ્યું છે કે, રાહુલ ગાંધીને પણ સપના જોવાનો અધિકાર છે પરંતુ વડાપ્રધાન કોણ બનશે તે લાખ રૂપિયાનો પ્રશ્ન છે. રાહુલના નિવેદન બાદ જુદા જુદા પક્ષો તરફથી રાજકીય પ્રતિક્રિયા આવી રહી છે. એનસીપી દ્વારા સૌથી કઠોર પ્રતિક્રિયા આપવામાં આવી છે. માજિદ મેનને કહ્યું છે કે, ૨૦૧૯માં વડાપ્રધાન કોણ બનશે તે લાખ રૂપિયાનો પ્રશ્ન છે. રાહુલના નિવેદન માટે તેઓ શુભકામના આપે છે. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની જાય તો પણ તમામ પક્ષો તેમને લીડર માનવા માટે તૈયાર થશે કે કેમ તે મહત્વપૂર્ણ રહેશે. મેનન કહ્યું હતું કે, તેમનો ઉદ્દેશ્ય ભાજપને સત્તા પરથી દૂર કરવાનો રહેલો છે. સીપીઆઈના નેતા ડી રાજાએ કહ્યું છે કે, હાલનો સમય તમામ બિનસાંપ્રદાયિક પક્ષોને એક થવાનો રહેલો છે. તમામને એક ગણતરી સાથે આગળ વધવાની જરૂર છે. ભાજપને હરાવવા માટે તમામને સાથે આવવું પડશે. આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાની માંગના મુદ્દે એનડીએ સાથે અલગ થયેલા ટીડીપીએ રાહુલના નિવેદન પર કહ્યું હતું કે, કોઇપણ વ્યક્તિ મહત્વકાંક્ષા રાખી શકે છે. ટીડીપી પ્રવક્તા લંકાદિનાકરણે કહ્યું છે કે, રાજનીતિમાં સક્રિય કોઇપણ વ્યક્તિ મહત્વાકાંક્ષા રાખી શકે છે પરંતુ કોને મહત્વ મળશે તે બાબત જનતા નક્કી કરશે. બીજી બાજુ એનડીએના સાથી પક્ષો શિવસેના અને જેડીયુએ રાહુલની ઝાટકણી કાઢી છે. જેડીયુએ કહ્યું છે કે, રાહુલ ગાંધીને સૌથી પહેલા અમેઠી ઉપર જીત મેળવવી પડશે. અમેઠી સીટ જીત્યા બાદ જ તેઓ કોઇરીતે આગળ વધી શકે છે. જેડીયુના નેતા કેસી ત્યાગીએ કહ્યું હતું કે, માયાવતી, શરદ પવાર અથવા અન્ય કોઇ વ્યક્તિ નેતા બનશે તે બાબત મોડેથી નક્કી થશે. ત્યાગીએ કહ્યું હતું કે, રાહુલ કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે એક માત્ર વિકલ્પ હોઈ શકે છે પરંતુ અન્ય પક્ષો માટે નહીં. શિવસેનાએ કહ્યું છે કે, જો ભાજપથી લોકો પરેશાન છે તો કોંગ્રેસને તક આપી શકે છે પરંતુ રાહુલને હજુ ખુબ લાંબા સમય સુધી ચાલવાની જરૂર છે.

Related posts

अगस्ता वेस्टलैंड मामला: कारोबारी रतुल पुरी के खिलाफ गैर जमानती वारंट जारी

aapnugujarat

લોકડાઉન ભણી દેશ ? ૧૬ રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક

editor

NITI Aayog clears proposal on artificial intelligence

aapnugujarat

Leave a Comment

UA-96247877-1