Aapnu Gujarat
રાષ્ટ્રીય

લોકડાઉન ભણી દેશ ? ૧૬ રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક

દેશમાં કોવિડ-૧૯ના વધતા ખતરાને જાેતા રાજ્ય સરકારો ઉંધા માથે થઈ ગઈ છે. મહારાષ્ટ્ર, દિલ્હી, યુપી, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, હરીયાણા, રાજસ્થાન, તામીલનાડુ, કેરળ, પંજાબ, તેલંગણા, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ અને પ.બંગાળ એવા રાજ્યો છે જ્યાં કોરોનાના કેસ એકધારા વધી રહ્યા છે. કોરોનાની રફતારે ફરી એક વખત મુશ્કેલીમાં મુકી દીધા છે. રોજ દોઢ લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. એ જાેતા એવુ કહેવાય છે કે ફરી એક વખત લોકડાઉનના દિવસો આવે તો નવાઈ નહિ.
દેશના કુલ ૧૬ રાજ્યોમાં કોરોના વાયરસ તાંડવ મચાવી રહ્યો છે. કોરોનાના જે એકટીવ કેસ છે તેમા યુપી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કેરળ, કર્ણાટકથી ૭૦ ટકા છે. આમાથી મહારાષ્ટ્ર જ એકલા ૪૮ ટકા કેસ છે.
કોરોનાથી સાજા થનારા દર્દીઓનો રીકવરી રેટ જેમા સુધારો જાેવાતો હતો તેમા હવે ઘટાડો થઈ રહ્યો છે. રીકવરી રેટ જે પહેલા ૯૮ ટકા આસપાસ હતો તે હવે ઘટીને ૯૦ ટકા થઈ ગયો છે.
કોવિડ-૧૯ના કુલ કેસમાંથી ૭૦.૮૨ ટકા કેસ પાંચ રાજ્યોથી છે. કોરોનાની આ બીજી લહેરે વધુ કહેર વર્તાવ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૬૮૯૧૨ નવા કેસ આવ્યા છે અને ૯૦૪ લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક વધીને ૧૭૦૧૭૯ થયો છે. આ સાથે કુલ કેસની સંખ્યા ૧૩૫૨૭૭૧૭ની થઈ છે. છેલ્લે ૯૦૦થી વધુ મોત ઓકટોબર ૨૦૨૦માં નોંધાયા હતા.
છેલ્લા ૮ દિવસથી નવા કેસનો આંકડો ૧ લાખની પાર ગયો છે. કુલ એકટીવ કેસ ૧૨૦૧૦૦૯ થઈ ગયા છે. ભારતે ૧૦ કરોડ ડોઝ આપી દીધા છે. રવિવારે ૨૯૩૩૪૧૮ ડોઝ અપાયા હતા.

Related posts

પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા જેટલીનો ઇન્કાર

aapnugujarat

મસુદ અઝહર પર પ્રતિબંધ બાદ ભાજપ વધારે મજબુત

aapnugujarat

ऑपरेशन सनशाइन २ : बॉर्डर पर भारत और म्यांमार की सेना की साझा कार्रवाई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1