Aapnu Gujarat
બિઝનેસ

હોમ લોન લેનારા લોકો માટે ખુશખબરી બેંકોએ ઘટાડ્યો વ્યાજ દર

કોરોના કાળમાં પોતાના સપનાનું ઘર ખરીદવા માંગતા લોકો માટે સૌથી મોટા સારા સમાચાર આવ્યાં છે. બેંક ઓફ બરોડા એ હોમ લોન પરના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. તેથી હવે તે તમારા સપનાનું ઘર સસ્તામાં ખરીદી શકશો. આરબીઆઈએ પોતાની ક્રેડિટ પોલિસીમાં ભલે સતત ૬ વારથી વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કર્યો હોય પણ આ વખતે સરકારી બેંકોએ પોતાના ગ્રાહકો માટે સસ્તી લોન ઓફર કરી છે. હવે બેંક ઓફ બરોડાએ સસ્તી લોન આપવાની જાહેરાત કરી છે.
બેંકો માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેંડિંગ રેટમાં ૦.૦૫ ટકાનો કાપ મૂક્યો છે.બેંક ઓફ બરોડાએ પોતાના લાખો ગ્રાહકો માટે લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. ૧૨ જૂન ૨૦૨૧ થી આ નવો નિયમ લાગૂ થઈ જશે. વ્યાજ દરોમાં આ ઘટાડો કર્યા બાદ બેંક ઓફ બરોડાનો ૧ વર્ષનો એમસીએલઆર ૭.૩૫ ટકા થઈ જશે. આ ઉપરાંત છ મહિના અને ત્રણ મહિનાની અવધિ માટે પણ એમસીએલઆર ને ૦.૦૫ ટકા ઓછા કરીને ૭.૨૦ ટકા અને ૭.૧૦ ટકા કરી દેવામાં આવ્યો છે.આ પહેલાં પંજાબ નેશનલ બેંક અને કેનરા બેંક પણ એમસીએલઆર દરમાં કાપ મુકવામાં આવ્યો છે. પંજાબ નેશનલ બેંકએ એમસીએલઆર માં ૦.૦૫ ટકાનો કાપ મુકીને આને ૭.૩૦ ટકા કરી દીધો છે. આ નવો વ્યાજ દર ૧ જૂન, ૨૦૨૧ થી લાગૂ થઈ ગયો છે. એવું પણ કહેવામાં આવ્યુંછેકે, ઓવરનાઈટ, એક મહીના અને ૩ વર્ષની અવધિ માટે એમસીએલઆર માં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે.
કેનરા બેંક એ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેંડિંગ રેટ અને રેપો લિંક્ડ લેંડિંગ રેટમાં ફેરફાર કર્યો છે. નવો વ્યાજ દર ૦૭ મે ૨૦૨૧ થી લાગૂ કરી દેવામાં આવ્યો છે. કેનરા બેંકે તો એવો પણ દાવો કર્યો છેકે, તેઓ ગ્રાહકોને સૌથી સસ્તા વ્યાજ દરે લોન ઓફર કરી રહ્યાં છે.સૌથી પહેલાં બેંક વ્યાજ દર નક્કી કરવા માટે પ્રાઈમ લેંડિંગ રેટનો ઉપયોગ કરતી હતી. ત્યાર બાદ બેસ્ડ રેટ આવ્યો, અને ત્યાર પછી ૧ એપ્રિલ ૨૦૧૬ થી માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્‌સ બેસ્ડ લેંડિંગ રેટને ભારતની બેંકોમાં લાગૂ કરવામાં આવ્યો. એવું માનવામાં આવ્યુંકે, માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્‌સ બેસ્ડ લેંડિંગ રેટ મહદઅંશે પારદર્શક છે. જાેકે, એ પણ બધા ગ્રાહકોને રાહત પહોંચાડવામાં અસફળ રહે તો બેંક એ એક્સટર્નલ બેંચમાર્ક બેસ્ડ લેંડિંગ રેટને લાગૂ કર્યો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ના કહેવા મુજબ ઘણી બધી બેંકોએ પોતાની હોમ લોનને રેપો રેટ સાથે જેડી દીધી છે.
આ ર્નિણયને કારણે લોન લેનારા ગ્રાહકોને રેપો રેટ ઘટવાથી લાભ થશે. આ સાથે જ રેપો રેટ વધવાથી નુકસાન પણ થાય છે. તમને જણાવી દઈએકે, રેપો રેટ એ વ્યાજ દર કહેવાય છે જેના પર બીજી બેંકો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી ઉધાર લે છે.

Related posts

જાન્યુઆરીમાં સર્વિસ PMI ૩ મહિનાની નીચી સપાટી પર

aapnugujarat

સરકારે જીએસટી ચોરી પર લગામ મૂકવા ઇ-વે બિલ સિસ્ટમમાં કર્યા ફેરફાર

aapnugujarat

મોટા શહેરોમાં બેંક એકાઉન્ટ ખોલાવવું અઘરું પડી જશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1