Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

મોટા શહેરોમાં બેંક એકાઉન્ટ ખોલાવવું અઘરું પડી જશે

નોટબંધી બાદ કાળા નાણાંને શોધવા આદું ખાઇને પાછળ પડી ગયેલી કગેન્દ્ર સરકાર દ્વારા છાશવારે બદલાતા કાયદાઓ અને નિયમોના કારણે હવે લોકોને મોટા શહેરોમાં બેંક એકાઉન્ટ ખોલાવવું અઘરું પડી જશે.જો તમે મોટા શહેરમાં રહેવા જઇ રહ્યા હોવ ને બેંકમાં નવુ ખાતું ખોલાવ્યું હોય તો ખાતું ખોલાવ્યાના ત્રણ મહિનાના ટૂંકા સમયગાળામાં જ તમારે તમારા રહેઠાણનો એવો પૂરાવો બેંકમાં આપવો પડશે જે પાસપોર્ટ, ઇલેકશન કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાઇસંસ દ્વારા માન્ય રાખવામાં આવ્યો હોય, અર્થાત તમારા રહેઠાણનું સરનામું એ જ હોવું જોઇએ જે આ ત્રણ દસ્તાવેજોમાં દર્શાવેલું હોય.  નાણાં મંત્રાલય દ્વારા કાળા નાણાં વિરુદ્ધ તૈયાર કરાયેલા કાયદામાં કરાયેલા ફેરફારના કારણે લોકોના માથે બેંકોએ આ નવી જવાબદારી નાંખી દીધી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમમાં સ્પષ્ટ એવો આદેશ કરવામાં આવ્યો છે કે મોટા શહેરોમાં બેંકોમાં નવા ખાતાં ખોલાવનારે સરનામાનાન પૂરાવા તરીકે પાંચ ચોક્કસ દસ્તાવેજો જ પૂરાવા તરીકે રજૂ કરવાના રહેશે.
નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગ દ્વારા ગત ૧ જૂન-૨૦૧૭ના રોજ જારી કરાયેલા જાહેરનામામાં સરનામાના પૂરાવા તરીકે જે પાંચ દસ્તાવેજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસંસ, ઇલેકશન કાર્ડ નરેગા દ્વારા ઇસ્યુ કરાયેલું નરેગાનું કાર્ડ અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટ્રાર દ્વારા ઇસ્યુ કરાયેલા પત્રનો સમાવેશ થાય છે.
નોટબંધી બાદ સરકારે કાળુ નાણું શોધઈ કાઢવા આદરેલી ઝૂંબેશના એકલ ભાગલ રૂપે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (મેઇન્ટેનન્સ ઓફ રેકોર્ડ) રૂલ્સ-૨૦૦૫માં સુધારો કર્યો હતો જેના પગલે બેંકમાં નવું ખાતું ખોલાવવા સરનામાના પૂરાવા તરીકે ફક્ત સરકાર માન્ય પાંચ જ દસ્તાવેજોને સ્વિકારવાનું ફરજિયાત બનાવાયું હતું.
સરકારે આ અંગે જાહેરનામું પણ બહાર પાડી દીધું છે પરંતુ લોકોને આ અંગે પડનારી મુશ્કેલીઓને ધ્યાનમાં લેતાં રિઝર્વ બેંકે હજુ આ દિશામાં બેંકોને કોઇ નવો આદેશ આપ્યો નથી. સામાન્ય રીતે તો જ્યારે સરકાર કોઇ નિયમ કે કાયદામાં સુધારો-વધારો કરતું જાહેરનામું બહાર પાડે તેના થોડાં દિવસોમાં જ રિઝર્વ બેંક બેંકોને તાકીદ કરી દેતી હોય છે પરંતું આ કિસ્સામાં હજુ બેંકોને કોઇ આદેશ અપાયા નથી.

Related posts

भगोड़े मेहुल चोकसी को बॉम्बे हाईकोर्ट से राहत

aapnugujarat

સોનાએ આ વર્ષે આપ્યું ૨૮ ટકા રિટર્ન

editor

કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી વકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1