Aapnu Gujarat
બિઝનેસ

સોનાએ આ વર્ષે આપ્યું ૨૮ ટકા રિટર્ન

દુનિયાભરમાં વેક્સિનનાં મોરચે મળેલી સફળતાનાં કારણે ગ્લોબલ ઇકોનોમિક રિકવરીની આશા વધી ગઇ છે, આથી છેલ્લા કિટલાક મહિનાઓથી રોકાણકારો સોનાથી ઇક્વિટી જેવી જોખમી એસેટ્‌સ તરફ પોતાનું રોકાણ વધારી રહ્યા છે, છેલ્લા ૪ મહિના સુધી સોનામાં ઘટાડાનું વલણ જોવા મળ્યું, હવે તે ભુતકાળ બની ગયો છે.વર્ષ ૨૦૨૧નાં પહેલા ત્રણ મહિનામાં સોનામાં તેજી આવે તેવી આશા છે, લાગે છે કે સોનાએ ગયા મહિને તેની નીચલી સપાટીને સ્પર્શી લીધી છે, વર્ષ ૨૦૨૧માં જ્યારે પણ સમગ્ર દુનિયામાં વેક્સિનેશન શરૂ થશે ત્યારે સોનામાં પણ વધ-ઘટ જોવા મળી શકે છે.કોવિડ-૧૯ વેક્સિનનાં અગે પોઝિટિવ સમાચારો આવ્યા બાદ સોનું ઓલ ટાઇમ હાઇથી ૧૦ ટકા તુટી ચુક્યું છે, સોનું હંમેશા રોકાણકારોની આશા પર ખરૂ ઉતર્યું છે, નિષ્ણાતોનાં જણાવ્યા પ્રમાણે સોનાએ છેલ્લા ૧૫ વર્ષમાં ૧૩.૩૭ ટકાનાં વાર્ષિક દરે રિટર્ન આપ્યું છે, છેલ્લા ૧૦ વર્ષમાં તે ૯.૨૨ ટકા, ૫ વર્ષમાં ૧૪.૯૬ ટકા અને ત્રણ વર્ષમાં ૧૯.૭૫ ટકા છે.નિષ્ણાતોનાં જણાવ્યા પ્રમાણે સોનાની કિંમત ૬૨૦૦૦થી ૬૫૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સુધી જઇ શકે છે, કોવિડ-૧૯નાં પ્રભાવથી ઇકોનોમીને બહાર કાઢવા માટે ઘણા ઉપાયો કરવામાં આવ્યા છે, છેલ્લા ૪ સપ્તાહમાં મની સપ્લાય ૨૦ ટકા વધી ગઇ છે, જેનાથી ડોલર નબળો પડી રહ્યો છે, અને મોંઘવારી વધી રહી છે.

Related posts

રોજગારીની તકો ઉભી કરવા પર બજેટમાં ધ્યાન હશે

aapnugujarat

આયુર્વેદિક કંપનીઓનું વેચાણ ૧૦૦% જેટલું વધ્યું

editor

રેપો રેટ યથાવત્‌ : જીડીપી અનુમાન ઘટાડી ૯.૫ ટકા રખાયું

editor

Leave a Comment

UA-96247877-1