Aapnu Gujarat
બિઝનેસ

ઓનલાઈન શોપિંગમાં આપવો પડશે આધાર નંબર

હવે ટુંક સમયમાં તમને ઓનલાઈન સામાન મંગાવવામાં થોડી મુશ્કેલી આવી શકે છે.
કેમકે ટૂંક સમયમાં ઓનલાઈન સામાન મંગાવવા માટે આધાર નંબર આપવાનો રહેશે અને આ આધાર નંબર ફક્ત ૫૦૦૦ રૂપિયાને ઈમ્પોર્ટેડ ગિફ્ટ મંગાવી શકશો, કેન્દ્ર સરકાર વિદેશથી આવનાર સામાનને તપાસના દાયરાઓમાં લાવવાની તૈયારીમાં છે.
ખાસ કરીને ચીનથી આવનાર કન્સાઈમેન્ટ પર સરકારની બાજ નજર છે.
ચીનની ઈ-કોમર્સ કંપનીઓ કસ્ટમ ડ્યૂટી અને કેટલાક ટેક્સથી બચવા પોતાનો સામાન ગિફ્ટની રીતે ભારતમાં પધરાવી રહી છે. આવામાં સરકારે યોજના બનાવી છે કે એક આધારકાર્ડ પરથી ઈ-કોમર્સ કંપનીઓ એપ્લીકેશન્સ પરથી ફક્ત પાંચ હજારનો સામાન તેમજ ઈમ્પોર્ટેડ ગિફ્ટ મંગાવી શકશે.
વાણિજ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યા અનુસાર ૫૦૦૦ રૂપિયા સુધીના ગિફ્ટ મંગાવી શકશે આધાર કાર્ડ એકમાત્ર વિકલ્પ નથી તે માટે ગ્રાહકોએ કોઈ પણ કેવાયસી અપડેટ કરીને ઈ-કોમર્સ કંપનીઓ પાસેથી ઈમ્પોર્ટેડ ગિફ્ટ મગાવી શકશે.
ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશને રેવન્યુ વિભાગ પાસેથી માંગ કરી હતી. તો ગિફ્ટની રીતે સ્ત્રોત તેમજ લોકેશનની ખબર પડી જશે, જેથી આવી ગતિવીધીઓને પહેલા જ રોકી લેવાશે.

Related posts

TCS को मिला रिजर्व बैंक के सीआईएमएस के लिए 310 करोड़ रुपए का ठेका

aapnugujarat

બજેટ 2024માં 5 કિલો ફ્રી રાશનનો સમયગાળો લંબાવ્યો

aapnugujarat

ક્રેડિટ કાર્ડની બાકી રકમ પહેલી વખત 2 લાખ કરોડને પાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1