Aapnu Gujarat
બિઝનેસ

IPO માર્કેટ : ડઝન કંપનીઓ પબ્લિક ઇશ્યુ માટે પૂર્ણ સજ્જ

આઈપીઓ માર્કેટમાં તેજીની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે હવે કંપનીઓ આગામી મહિનાઓમાં પબ્લિક ઓફર સાથે મેદાનમાં આવવાની તૈયારીમાં છે. આઈપીઓ લેન વધુ વ્યસ્ત થઇ રહી છે ત્યારે બે ડઝનથી વધુ કંપનીઓ શેર વેચાણની યોજના સાથે મેદાનમાં ઉતરી શકે છે. ૨૫૦૦૦ કરોડની કિંમતના શેર વેચાણની યોજનાઓ તૈયાર થઇ રહી છે. ૨૫૦૦૦ કરોડની પબ્લિક ઓફરને લઇને કંપનીઓ આશાસ્પદ દેખાઈ રહી છે. તેમના વિસ્તરણ સાથે સંબંધિત પ્રોજેક્ટોમાં નાણા રોકવા અને વધતી જતી મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ યોજના તૈયાર થઇ રહી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ, આઈસીઆઈસીઆઈ સિક્યુરીટી, બારબેક હોસ્પિટાલીટી અને ફ્લેમિંગો ટ્રાવેલ રિટેલ એવા નામ છે જે આગામી મહિનાઓમાં શેર સેલ ઓફર લાવવાની તૈયારીમાં છે. મોટાભાગની આ કંપનીઓ આઈપીઓ પ્રક્રિયાનો જ ઉપયોગ કરનાર છે. કેટલીક કંપનીઓ શેરબજારમાં ઇક્વિટી શેરના લિસ્ટિંગને લઇને પણ આશાવાદી છે. મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ, બંધન બેંક સહિત ૨૦ જેટલી કંપનીઓ આઈપીઓને રજૂ કરવા માટે રેગ્યુલેટરની મંજુરીની રાહ જોઈ રહી છે. મર્ચન્ટ બેંકિંગ સુત્રોના કહેવા મુજબ આ કંપનીઓ ૨૫૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે. ન્યુજન સોફ્ટવેર ટેકનોલોજી અને અંબેર એન્ટરપ્રાઇઝ ઇન્ડિયા સહિતની પાંચ કંપનીઓ પહેલાથી જ મૂડી માર્કેટમાં આવી ચુકી છે. નિષ્ણાતોના કહેવા મુજબ આઈપીઓ માર્કેટમાં જોરદાર ગતિવિધિ જોવા મળી શકે છે. કારણ કે ડઝન જેટલી કંપનીઓ તેમના પબ્લિક ઇશ્યુને લોંચ કરવા સેબીની મંજુરીની રાહ જોઈ રહી છે. આ ઉપરાંત સેકન્ડરી માર્કેટના ઉંચા મૂલ્યાંકનના કારણે પણ આઈપીઓ તરફ મૂડીરોકાણકારો આકર્ષિત થઇ રહ્યા છે. આઈપીઓ માર્કેટમાં એક પછી એક કંપનીઓ મેદાનમાં આવી રહી છે ત્યારે બે ડઝન જેટલી કંપનીઓ શેર સેલ પ્લાન સાથે મેદાનમાં ઉતરવા માટે કમરકસી ચુકી છે. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટી, ભારત ડાયનામિક્સ, ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીને તેમની પબ્લિક ઓફર સાથે આવવા આ વર્ષે સેબીની મંજુરી મળી ચુકી છે.

Related posts

एयर इंडिया का सावन स्पेशल ऑफर, टिकट ७०६ से शुरु

aapnugujarat

રોકાણકારોને રોકાણ કરાવવા માટે સરકાર LIC IPOનું મૂલ્યાંકન ઘટાડી શકાશે

aapnugujarat

આઈટી વિભાગે દેશભરના બિટકોઇન એક્સચેન્જો પર દરોડા પાડ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1