Aapnu Gujarat
બિઝનેસ

એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગ આઈપીઓ આજે ઇશ્યુ કરાશે

જોધપુર સ્થિત એન્જિનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ એન્ડ કન્સ્ટ્ર્‌ક્શન સાથે જોડાયેલી કંપની એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગ આજે આઈપીઓ સાથે બજારમાં આવનાર છે. આવતીકાલે ૨૬મી ફેબ્રુઆરીના દિવસે ૪૬૨ કરોડ રૂપિયાના આઈપીઓ સાથે મેદાનમાં ઉતરનાર છે. કંપનીએ એન્કર ઇન્વેસ્ટરોપાસેથી ૧૩૮ કરોડથી વધુની રકમ મેળવી લીધી છે. આઈપીઓમાં ૩૦૦ કરોડ રૂપિયા સુધીના શેરના ઇશ્યુનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વર્તમાન શેર ધારકો પાસેથી ૬૦ લાખના શેર સુધી વેચાણ માટેની ઓફર પણ કરવામાં આવનાર છે. આ ઇશ્યુ ૨૮મી ફેબ્રુઆરીના દિવસે બંધ થશે. પ્રતિશેર ૨૬૩-૨૭૦ રૂપિયાની કિંમત નક્કી કરવામાં આવી છે. કારોબારીઓ માની રહ્યા છે કે, એચજી ઇન્ફ્રાના આઈપીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી શકે છે. એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલી કંપની હોવાના પરિણામ સ્વરુપે મોટો ફાયદો થઇ શકે છે. જંગી નાણા એકત્રિત કરીને કારોબારને વધુ વિસ્તૃતરીતે ફેલાવવાની યોજના પણ તેની રહેલી છે. આઈપીઓ સવારે ખુલ્યા બાદ પડાપડી રહેશે.

Related posts

માઈક્રો ડેટા સહિત છ પરિબળોની શેરબજાર ઉપર અસર રહેશે

aapnugujarat

વોડાફોન-આઈડિયા રાઈટ્‌સ ઈશ્યુથી ૨૫૦૦૦ કરોડ એકત્રિત કરશે

aapnugujarat

સેંસેક્સમાં ૨૩૨ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1