Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જીડીપી અને આઈઆઈપીનાં આંક વચ્ચે બજારમાં પ્રવાહી સ્થિતિનાં સંકેત

શેરબજારમાં આજથી શરૂ થતા નવા કારોબારી સત્રમાં જુદા જુદા પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. જીડીપીના આંકડા, આઈઆઈપીના આંકડા સહિતના ઘણા પરિબળોની સીધી અસર બજારમાં જોવા મળશે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન સેંસેક્સમાં ૩૨૩ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૩૪૧૪૨ રહી હતી. જ્યારે નિફ્ટી ૧૦૮ પોઇન્ટ ઉછળીને ૧૦૪૯૧ની સપાટી પર રહ્યો હતો. ૫૦ નિફ્ટી શેરમાં ૪૩માં તેજી રહી હતી અને સાત શેરમાં મંદી રહી હતી. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૦.૩૮ ટકા અને નિફ્ટીમાં ૦.૩૭ ટકાનો સુધારો થયો હતો. જીડીપીના આંકડા, આઈઆઈપીના આંકડા બજારની દિશા નક્કી કરશે. હોળીના દિવસે એટલે કે બીજી માર્ચના દિવસે બજારમાં રજા રહેશે. બુધવારના દિવસે ત્રિમાસિક ત્રીજા જીડીપીના આંકડા જારી કરવામાં આવનાર છે. જીડીપી જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં ૬.૩ ટકા સુધી રહ્યો હતો. એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં તેમાં ઉછાળો નોંધાયો હતો. તે પહેલા ૭.૫ ટકાનો આંકડો રહ્યો હતો. એસબીઆઈ રિસર્ચ રિપોર્ટ મુજબ ડિસેમ્બર ત્રિમાસિક જીડીપી ગ્રોથનો આંકડો ૬.૫-૭ ટકા વચ્ચે રહી શકે છે. ફેબ્રુઆરી મહિના માટે આઈઆઈપીના આંકડા પણ બુધવારે જારી કરવામાં આવનાર છે. જેએસડબલ્યુ સ્ટીલ આવતીકાલે મોનેટ સ્પાતને ટેકઓવર કરવાની જાહેરાત કરી શકે છે. આની સીધી અસર પણ બજારમાં રહેશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિઝા પોલિસીની અસર ટીસીએસ, ઇન્ફોસીસ, વિપ્રો ઉપર જોવા મળી શકે છે. ઉપરાંત એફપીઆઈના આંકડા, ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રૂડ ઓઇલની કિંમતો જેવા પરિબળોની અસર પણ જોવા મળશે. સાતમી ફેબ્રુઆરીના દિવસે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. મોંઘવારી વધવાના છ કારણ પણ દર્શાવવામાં આવ્યા હતા.તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલા અને ફાળવણી સારા સંકેત હોવાની વાત આમા કરવામાં આવી હતી. તેની ડિસેમ્બર સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા હતો.એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો હતો. સીપીઆઇ-આધારિત ફુગાવો ડિસેમ્બરમાં ૫.૨૧ ટકા રહ્યા બાદ જાન્યુઆરીમાં ૫.૦૭ ટકા રહ્યો છે. આવી જ રીતે હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં છ મહિનાની નીચી સપાટી ઉપર પહોંચી ગયો છે. ફુગાવો ૨.૮૪ ટકાની નીચી સપાટીએ પહોંચતા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને રાહત થઇ છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થયો છે. બીજી બાજુ શાકભાજીની કિંમતોમાં હજુ પણ વધારો જોવા મળી રહ્યો છે.

Related posts

કેરળમાં વિધાનસભાના સત્ર અગાઉ ધારાસભ્યોનો બીફ બ્રેકફાસ્ટ

aapnugujarat

મહાભિયોગ પ્રશ્ને વિપક્ષના પ્રસ્તાવને ફગાવાયો

aapnugujarat

उन्नाव केस : पीड़िता का लखनऊमें ही चलेगा इलाज : सुप्रीम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1