Aapnu Gujarat
મનોરંજન

શ્રૃતિ હસન પટકથા લખવામાં વ્યસ્ત બની : હેવાલ

અભિનેત્રી શ્રૃતિ હસન હવે પટકથા લખવાની દિશામાં આગળ વધી રહી છે. મળેલી માહિતી મુજબ શ્રૃતિ હસન જુદા જુદા ક્ષેત્રમાં કુશળતા ધરાવે છે. એક સારી અભિનેત્રીની સાથે સાથે શ્રૃતિ ફિલ્મ નિર્માત્રી, ગાયિકા તરીકે પણ સફળ છે. ફેશનની દુનિયામાં પણ તે સફળતા મેળવી ચુકી છે. આ અભિનેત્રી લખવામાં પણ કુશળતા મેળવવાની દિશામાં આગળ વધી રહી છે. હિન્દી ફિલ્મો કરતા દક્ષિણ ભારતની ફિલ્મોમાં વધારે લોકપ્રિયતા મેળવી રહેલી શ્રૃતિ હસન હવે પટકથા લખી રહી છે. કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાલમાં જ શ્રૃતિ લાલ ઝાજમ ઉપર નજરે પડી હતી. તેના ૨૯માં જન્મ દિવસે બે વર્ષ અગાઉ તેના પિતા, પીઢ અભિનેતા કમલ હસને ફિલ્મ શરૂ કરી હતી. શાબાશ નાયડુ નામની આ ફિલ્મ બની રહી છે. જેમાં શ્રૃતિ મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી રહી છે. વિતેલા વર્ષોમાં કમલ હસન દક્ષિણ ભારતના સુપરસ્ટાર તરીકે રહી ચુક્યો છે. તેની બંને પુત્રીઓ દક્ષિણ ભારતની ફિલ્મોમાં ભારે લોકપ્રિયતા મેળવી રહી છે. જો કે, શ્રૃતિ હસન હિન્દી ફિલ્મોમાં પણ નિયમિતરીતે કામ કરી રહી છે. હાલમાં જ તેની ફિલ્મ બહેન હોગી તેરી રજૂ થઇ હતી. જેમાં શ્રૃતિની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. શ્રૃતિનું કહેવું છે કે, આવનાર સમયમાં તે નિર્દેશનના ક્ષેત્રમાં પણ હાથ અજમાવશે. વધતી જતી સ્પર્ધા વચ્ચે શ્રૃતિ હસન બિલકુલ પણ ભયભીત નથી. શ્રૃતિ હસન અનેક ફિલ્મો હાથમાં ધરાવે છે જેમાં તમિલ અને તેલુગુ ફિલ્મોની સાથે સાથે હિન્દી ભાષાની ફિલ્મોનો સમાવેશ થાય છે. છેલ્લે રાજકુમાર રાવ સાથે તે હાલમાં નજરે પડી હતી. તેની આ ફિલ્મને સરેરાશ સફળતા હાથ લાગી હતી. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર પણ તે સતત સક્રિય રહી છે અને તેના લાખોમાં ફોલોઅર્સ છે.

Related posts

નાગિન-૩માં જોવા મળશે અનિતા હંસનંદાની અને સુરભી જ્યોતિ

aapnugujarat

હની સિંહ અને શાલિની તલવારના ૧૦ વર્ષ જૂના લગ્ન જીવનનો આવ્યો અંત

aapnugujarat

સલમાન સાથે અફેર કે સંબંધ નથી : યૂલિયા વંતૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1