Aapnu Gujarat
મનોરંજન

સલમાન સાથે અફેર કે સંબંધ નથી : યૂલિયા વંતૂર

સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ ૧૧ ખતમ થઈ ગયું છે. ગ્રાન્ડ ફિનાલેના દિવસે સલમાન ખાને સપના ચૌધરીને કહ્યું કે, મારી સાથે લગ્ન કરીશ. પરંતુ તે તો માત્ર એક ગીત હતું. હવે સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂરે સલમાન ખાન સાથે લગ્નને લઈને મોટો ખુલાસો કર્યો છે.મીડિયા અહેવાલ અનુસાર સલમાન ખાન લાંબા સમયથી યૂલિયાને ડેટ કરી રહ્યો છે. ઘણી વખત બન્નેના લગ્નના અહેવાલ પણ ચર્ચામાં રહ્યા છે. પરંતુ આખરે યૂલિયે પોતાના અને સલમાન ખાનના સંબંધ અને લગ્નને લઈને મોટું નિવેદન આપ્યું છે.યૂલિયાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મોટાભાગના લોકો સલમાન ખાન સાથે મારા સંબંધ વિશે ખોટી માન્યતા ધરાવે છે. મને ખુદને મારા હવે પછીના જીવન વિશે ખબર નથી. આપણે આપણા જીવનને લઈને અનેક યોજના બનાવતા હોઈએ છીએ, પરંતુ જરૂરી નથી કે તે બધું જ પૂરું થાય.યૂલિયાએ આગળ કહ્યું કે, હું સલમાનનો આદર કરું છું. તેણે મને ગાવા માટે ખૂબ પ્રેરણા આપી. હું એ વાત જાણું છું કે મારા અને સલમાનના લગ્નની અફવા ફેલાયેલી છે પરંતુ એવું કંઈ જ નથી. અમે બન્ને માત્ર સારા મિત્રો છીએ. બોલીવુડમાં કારકિર્દી પર પણ યૂલિયાએ ઘણું બધું કહ્યું હતું.યૂલિઆએ કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું બોલીવુડનો ભાગ બનીશ. મારી એવી કોઈ ઇચ્છા પણ ન હતી. સલમાનના પ્રોત્સાહનને કારણે મેં હિન્દીમાં ગીત ગાવાનું શરૂ કર્યું અને તેની મદદથી હું એમ કરવામાં સફળ રહી છું.પોતાના સંઘર્ષ વિશે વાત કરતાં યૂલિયાએ કહ્યું કે, જ્યારે હું શરૂ શરૂમાં અહીં આવી હતી ત્યારે મને કોઈ ઓળખતું ન હતું. અહીં કોઈ મારા ભૂતકાળ વિશે જાણતું ન હતું. મારા સંઘર્ષ વિશે અહીં કોઈને ખબર નથી. જ્યારે રોમાનિયામાં મને અને મારા કામ વિશે બધા જાણે છે. ત્યાં હું એક મોટી સ્ટાર છું.

Related posts

अभिनय मेरे बस का नहीं : हनी सिंह

aapnugujarat

फिल्म उद्योग को वापस पटरी पर आता देख खुश हैं वाणी कपूर

editor

ઈન્સ્ટાગ્રામ પર દીપિકાનાં બે કરોડ ફોલોઅર્સ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1