Aapnu Gujarat
મનોરંજન

સુશાંત નવી ફિલ્મમાં સ્ક્રીન ઉપર નેક્ડ : હેવાલ

બોલિવુડમાં લોકપ્રિય અભિનેત્રી જેક્લીન હવે સુશાંતસિંહ રાજપુત સાથે નજરે પડનાર છે. સુશાંત ફિલ્મમાં સ્ક્રીન પર નેક્ડ થનાર છે. બોલિવુડમાં સ્ક્રીન પર અગાઉ પર કેટલાક અભિનેતા નેક્ડ થઇ ચુક્યા છે. હવે સુશાંત આ યાદીમાં જોડાઇ ગયો છે. નિર્દેશક તરૂણ મનસુખાનીની ડ્રાઇવ નામની ફિલ્મમાં આ નવી જોડી કામ કરી રહી છે. જાણકાર લોકોએ કહ્યુ છે કે સુશાંત આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કરી રહ્યો છે. વર્ષ ૨૦૧૧માં રજૂ કરવામાં આવેલી હોલિવુડ ફિલ્મ ડ્રાઇવની સત્તાવાર રિમેક ફિલ્મ તરીકે આ ફિલ્મ રહેશે. અગાઉની હોલિવુડ થ્રીલર ફિલ્મમાં રિયાન ગોસલિંગે ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. રિયાને ફિલ્મમાં સ્ટન્ટમેનની ભૂમિકા અદા કરી હતી. તેની સાથે ફિલ્મમાં કેરિય મુલિગને ભૂમિકા અદા કરીહતી. એક ક્રિમિનલ સાથે લગ્ન કરી ચુકેલી સ્ટાર સાથે રિયાન પ્રેમમાં પડે છે. પોતાના પતિથી બચાવી લેવા માટે સાથે સાથે કેટલાક અન્ય ખતરનાક ગેંગસ્ટારોથી બચવા માટે તે કાયદાની બીજી બાજુમાં જતો રહે છે. સુશાંતે હાલમાં કેટલાક સીનના શુટિંગ પૂર્ણ કરી લીધા છે. સુશાંતે બોલિવુડમાં હાલના વર્ષોમાં કેટલીક યાદગાર ભૂમિકા અદા કરી છે. સુશાંત ખાસ કરીને ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની લાઇફ પર બનેલી ફિલ્મમાં યાદગાર ભૂમિકા અદા કરી હતી. આ ઉપરાંત તે અન્ય કેટલીક ફિલ્મોમાં નજરે પડ્યો હતો. પીકે ફિલ્મમાં તે ટુંકી ભૂમિકા અદા કરી ગયો હતો. જે લોકોએ સારી ગણાવી હતી. તરૂણ મનસુખાની દ્વારા નિર્દેશિત ફિલ્મ ડ્રાઇવ બોલિવુડમાં એક નવા વિષય પર આધારિત ફિલ્મ છે. સુશાંત બોલિવુડમાં કેટલીક નવી અને પડકારરૂપ ભૂમિકા કરવા માટે પણ તૈયાર છે. ખુબ શિસ્તમાં રહેવાના કારણે તે જાણીતો રહ્યો છે. નિર્માતા નિર્દેશકોમાં તે લોકપ્રિય છે.

Related posts

કરણ સાથે ફિલ્મોની ઓફર મળી રહી છે : બિપાશા

aapnugujarat

लोग सिनेमाघरों में फिल्में देखने के लिए उत्सुक हैं: अनिल कपूर

editor

રણબીર કપૂર એરેન્જ્ડ મેરેજ નહીં કરે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1