બોલીવૂડનો યુવા, ટેલેન્ટેડ એક્ટર રણબીર કપૂર હાલમાં એની માતા નીતૂ સિંહ-કપૂરની સાથે લંડનમાં અંગત પ્રવાસે ગયો હતો એમાં ઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે કપૂર ખાનદાનમાં રણબીરનાં લગ્નની તૈયારી ચાલી રહી છે. નીતૂ કપૂર અને દીકરો રણબીર લંડનમાં કોઈક છોકરી જોવા માટે લંડન ગયાં હતાં.રણબીરની નિકટના એક સૂત્રનું કહેવું હતું કે રણબીર અને એનાં મમ્મી નીતૂ લંડનમાં એક જાણીતા પરિવારનાં ઘેર ગયાં હતાં અને એ મુલાકાતનો હેતુ રણબીરનાં લગ્નનો હતો. જોકે આ વિશે કંઈ કન્ફર્મ થયું નથી.ત્યારબાદ નવી અફવા એવી ચગી હતી કે રણબીર તેની મમ્મી નીતૂની પસંદગીની છોકરી સાથે લગ્ન કરવા સહમત થયો છે.કપૂર ખાનદાનની નિકટના એક મિત્રએ એમ કહ્યું હતું કે, નીતૂએ જ્યારે એમ કહ્યું હતું કે રણબીરે પપ્પા-મમ્મીની પસંદગીની છોકરી સાથે જ લગ્ન કરવા જોઈએ ત્યારે રણબીરે હા પાડીને માતા-પિતા બંનેને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
જોકે હવે, એક અન્ય અહેવાલ મુજબ, રણબીરે ઉપરની બધી વાતોને અફવા કહીને એનું ખંડન કરી દીધું છે. એના એક પ્રવક્તાએ કહ્યું છે કે રણબીરને એરેન્જ્ડ મેરેજ કરવા નથી. એ પોતાના આ નિર્ણયમાં બહુ મક્કમ છે. એ માત્ર પોતાની પસંદગીની છોકરીને જ પરણશે. એ લવ-મેરેજ હશે, સંપૂર્ણપણે.રણબીર હાલ એની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી કેટરીના કૈફની સાથે એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. એ ફિલ્મ સંજય દત્તની બાયોપિક છે, એનું દિગ્દર્શન રાજકુમાર હિરાની કરી રહ્યા છે.રણબીર-કેટરીનાની જગ્ગા જાસૂસ ફિલ્મ તૈયાર થઈ ગઈ છે અને ૧૪ જુલાઈએ રિલીઝ થવાની છે.
આગળની પોસ્ટ