Aapnu Gujarat
મનોરંજન

રામગોપાલ વર્માની ફિલ્મ ગોડ, સેક્સ એન્ડ ટ્રૂથનું ટ્રેલર રિલીઝ

રામગોપાલ વર્માની બોલ્ડનેસથી ભરપૂર ફિલ્મ ગોડ, સેક્સ એન્ડ ટ્રૂથનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર ખૂબ જ બોલ્ડ છે અને પોર્ન સ્ટાર મિયા મલ્કોવાએ પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી છે, જેના માટે રામગોપાલ વર્માએ તેની પસંદગી કરી હતી. આ ટ્રેલરમાં મિયા મલ્કોવા સેક્સને લઈને પોતાના વિચાર વ્યક્ત કરી રહી છે. પરંતુ તેનો અંદાજ એકદમ અલ્લડ છે અને રામગોપાલ વર્માએ હોટનેસનો ભરપૂર મસાલો ઉમેર્યો છે.
રામગોપાલ વર્માએ ટિ્‌વટર પર ટ્રેલર પોસ્ટ કરતા લખ્યું કે, ‘રજૂ થાય છે ગોડ, સેક્સ એન્ડ ટ્રુથનું ટ્રેલર, જેમાં મિયા માલકોવા છે. સંપૂર્ણ ફિલ્મ ૨૬ જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ સવારે ૯ વાગ્યે રિલીઝ કરવામાં આવશે.’‘ગોડ, સેક્સ એન્ડ ટ્રુથ’ એ કોઈ ફિલ્મ, શોર્ટ ફિલ્મ કે વેબ સિરીઝ નથી. પરંતુ એક એવો વીડિયો છે કે જેમાં મિયા માલકોવા માત્ર સેક્સ અંગે વાત કરે છે અને જણાવે છે કે તેનું શું મહત્વ છે. ૨૬ જાન્યુઆરીએ જોવા મળશે સંપૂર્ણ વીડિયો..ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં તેમણે જાણીતી પોર્ન સ્ટાર મિયા માલકોવાને મોકો આપ્યો છે.
અમેરિકન પોર્ન સ્ટાર મિયા માલકોવા ૨૫ વર્ષની છે, તેનો જન્મ ૧ જુલાઈ ૧૯૯૨ના રોજ થયો હતો. મિયા કેલિફોર્નિયા, અમેરિકામાં રહે છે.મિયાએ ૧૬ વર્ષની ઉંમરે મેકન્ડોનલ્ડથી કામની શરૂઆત કરી હતી.
પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા પહેલા તે સિઝલર્સ નામની ફાસ્ટ ફૂડ ચેનમાં કામ કરતી હતી.તમને જણાવીએ કે મિયા મેરીડ છે અને તેનો પતિ ડૈની માઉન્ટેન પણ એક પોર્ન સ્ટાર છે.
પોર્ન સેલિબ્રેટી નતાશા માલકોવા નિયાની સંબંધી છે. મિયાનું કહેવું છે કે, તે નતાશાને કારણે જ પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં આવી. જ્યારે મિયાનો ભાઈ પણ પોર્ન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ છે.બોલીવુડમાં રામગોપાલ વર્માની ફિલ્મથી એન્ટ્રી કરવા જઈ રહી મિયાએ ટ્‌વીટ કરીને આ વાતની જાણકારી આપી છે.તેણે લખ્યું, બોલીવુડમાં સની લિયો બાદ હું બીજી પોર્ન સ્ટાર છું, જેની સાથે ભારતીય ફિલ્મ મેકરે શૂટિંગ કર્યું છે. મિયાએ લખ્યું, ભારતીય ફિલ્મ મેકર રામગોપાલ વર્માએ મારી સાથે યૂરોપમાં એક વીડિયો શૂટ કર્યો છે, જેનું ટાઈટલ છે, ગોડ, સેક્સ એન્ડ ટ્રૂથ.’ મિયાએ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અનેક તસવીર પણ શેર કરી છે.મિયાના ટ્‌વીટને રીટ્‌વીટ કરતાં રામગોપાલ વર્માએ મિયાની સાથે શૂટિંગ અનુભવ શેર કર્યા છે. રામ ગોપાલ વર્માએ ટિ્‌વટર પર લખ્યું છે, હે મિયા, ગોડ, સેક્સ એન્ડ ટ્રૂથ કરવું ખૂબ જ દિમાગ લગાવનારો અને શાનદાર એક્સપીરિયન્સ હતો. મેં ક્યારેય સની લિયોન સાથે શૂટ નથી કર્યું પરંતુ ‘ગોડ, સેક્સ એન્ડ ટ્રૂથ’ના અનુભવને ક્યારેય નહીં ભૂલી શકું તેમ રામ ગોપાલે લખ્યું છે.આ પ્રથમ ઘટના નથી જ્યારે ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ પોતાની ફિલ્મમાં બોલ્ડનેસ આપતા જોવા મળ્યા હોય, આ પહેલા જારી થયેલ આ ડાયરેક્ટરની વેબ સીરીઝ ગન્સ એન્ડ થાઇમાં ખૂબ ન્યૂડિટી પરોસવામાં આવી હતી.

Related posts

રજનિકાંતની ફિલ્મ અટવાતા એમી જેક્સન નિરાશ

aapnugujarat

સની લિયોન બાદ હવે બીજી એડલ્ટ સ્ટાર મિયા માલકોવા એન્ટ્રી કરી શકે

aapnugujarat

છ વર્ષની વયે જાતીય સતામણીનો ભોગ બન્યાનો કંગનાએ કર્યો ખુલાસો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1