Aapnu Gujarat
મનોરંજન

સની લિયોન બાદ હવે બીજી એડલ્ટ સ્ટાર મિયા માલકોવા એન્ટ્રી કરી શકે

ફિલ્મ નિર્માતા રામગોપાલ વર્માએ યુરોપમાં એક અમેરિકી પોર્ન સ્ટાર મિયા માલકોવાની સાથે એક વિડિયો શુટ કરવામાં સફળતા મેળવી છે. વિડિયોનુ નામ ગોડ, સેક્સ એન્ડ ટ્રુથ રાખવામાં આવ્યુ છે. ભારતમાં ભારે લોકપ્રિયતા મેળવી રહેલી સની લિયોન બાદ હવે બોલિવુડમાં બીજી એડલ્ટ સ્ટાર એન્ટ્રી કરી શકે છે. રામગોપાલ વર્મા દ્વાર ફિલ્મ શુટ કરવામાં આવી છે. માલકોવા દ્વારા ગુરૂવારના દિવસે ભારતીય ફિલ્મ નિર્માતાની સાથે કામ કરવાને લઇને પોતાના ઉત્સાહની વાત કરી હતી. માલકોવાએ ટ્‌વીટ કરીને કહ્યુ છે કે રામગોપાલ વર્માએ તેની સાથે યુરોપમાં એક વિડિયોનુ શુટિંગ કર્યુ છે. તે સની લિયોની બાદ ભારતીય ફિલ્મ નિર્દેશકની સાથે કામ કરનાર બીજી એડલ્ટ સ્ટાર બનવા જઇ રહી છે. માલકોવાએ રામગોપાલ વર્માનો આભાર પણ માન્યો છે. રામગોપાલે મિયાના ટ્‌વીટ પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યુ છે કે ગોડ સેક્સ એન્ડ ટ્રુથના શુટિંગ માટેની બાબત નવા અનુભવ સમાન છે. આના કારણે તેમને કેટલાક નવા આઇડિયા મળ્યા છે. રામગોપાલ વર્માએ કહ્યુ છે કે સની લિયોનની સાથે તેઓએ ક્યારેય કામ કર્યુ નથી. રામગોપાલ વર્માએ કહ્યુ છે કે તેઓ માલકોવાનો આભાર માને છે. તેના વિચાર રજૂ કરવાના તરીકાથી રામગોપાલ વર્મા ભારે પ્રભાવિત થયા છે. કોઇ ફિલ્મ નિર્માતા દ્વારા કામ કરવામાં આવ્યા બાદ તે ખુશ છે. બીજી બાજુ મિયા માલકોવા અમેરિકામાં ખુબ લોકપ્રિય એડલ્ટ સ્ટાર તરીકે રહી છે. તેની પાસે પહેલા કેટલાક પ્રોજેક્ટ પણ રહી ચુક્યા છે. રામગોપાલ વર્મા ભારતમાં ચર્ચાસ્પદ નિર્માતા નિર્દેશક તરીકે રહ્યા છે. તેમની ફિલ્મો વિતેલા વર્ષોમાં પણ વિવાદો જગાવી ચુકી છે.

Related posts

पहले से ज्यादा निडर और रचनात्मक हुईं प्रियंका चोपड़ा

editor

आज जो हूं, अपनी असफलताओं के बदौलत हूं : ऋतिक

aapnugujarat

फिल्म ‘खाली पीली’ का फर्स्ट लुक रिलीज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1