Aapnu Gujarat
મનોરંજન

ટાઇગર શ્રોફ પાસે હાલમાં શ્રેણીબદ્ધ ફિલ્મ હાથમાં છે

ટાઇગર શ્રોફે પણ હવે અનેક ફિલ્મોમાં ભૂમિકા અદા કરી છે. તેની પાસે પણ હિરોપંતી ફિલ્મ સાથે કેરિયર શરૂ કર્યા બાદ ઘણી ફિલ્મો હાથમાં છે.  મળેલી માહિતી મુજબ હાલમાં તે મુન્ના માઇકલ નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં કામ કર્યા બાદ તે તરત જ બાગી-૨ ફિલ્મમાં કામ કરશે. આ ફિલ્મ પછી પણ તેની પાસે કેટલીક ફિલ્મો હાથમાં છે જેમાં સિદ્ધાર્થ આનંદની સિલ્વેસ્ટર સ્ટોનની રેમ્બોની હિન્દી રિમેક ફિલ્મનો સમાવેશ થાય છે જેમાં તેને લેવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત કરણ જોહર અને પુનિત મલ્હોત્રા પણ સ્ટુડટ ઓફ દ યર-૨ ફિલ્મમાં ટાઇગર શ્રોફને લેવા માટે વિચારણા કરી રહ્યા છે. બાગીની સિક્વલ ફિલ્મમાં તે અહેમદ ખાન સાથે હાથ મિલાવી રહ્યો છે. અહેમદ ખાન જીંદગી આ રહા હૂ મે અને ચલ વહાં જાતે હૈ જેવા મ્યુઝિક વિડિયોમાં નિર્દેશન કરી ચુક્યા છે. બાગી-૨ ફિલ્મમાં નિર્દેશનને લઇને તેઓ ખુશખુશાલ છે. ટાઇગરનું કહેવું છે કે, શબ્બીર ખાનની મ્યુઝિકલ ફિલ્મ મુન્ના માઇકલ રજૂઆત માટે તૈયાર છે. હવે અહેમદ ખાનની એક્શન પેક ફિલ્મ બાગીની સિક્વલમાં તે કામ કરી રહ્યો છે. ઓગસ્ટ મહિનાથી પાટનગર દિલ્હીમાં આનુ શૂટિંગ શરૂ થશે. સપ્ટેમ્બર મહિનામાં તે માર્શલ આર્ટની ટ્રેનિંગ લેવા માટે હોંગકોંગ જશે. તે એક્શન ડિરેક્ટર ટોની સાથે કામ કરશે. મુન્ના માઇકલ ફિલ્મને લઇને પણ ટાઇગર આશાવાદી છે. હિરોપંતી ફિલ્મ સાથે કેરિયર શરૂ કર્યા બાદથી જ તેની ઓળખ એક એક્શન અભિનેતા તરીકેની ઉભરી છે જેમાંથી તે હજુ સુધી બહાર નિકળી શક્યો નથી. અલબત્ત તેને રોમેન્ટિક ફિલ્મો મળી છે પરંતુ મોટાભાગે તે એક્શન ફિલ્મોમાં જ દેખાયો છે.

Related posts

શાહરૂખ ખાને નામ બદલ્યું પછી બદલાયું નસીબ

editor

સની લિયોન તમિળ, તેલુગુમાં પણ હશે

aapnugujarat

જહોન સાથે ફિલ્મને લઇને ડાયના પેન્ટી આશાવાદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1