Aapnu Gujarat
રમતગમત

કન્ફડરેશન કપ : પોર્ટુગલે ન્યુઝીલેન્ડ અને મેક્સિકોએ રશિયાર પર શાનદાર જીત મેળવી

પ્રતિષ્ઠિત કન્ફડરેશન કપની ગ્રુપ એમાં બે રોમાંચક મેચો રમાઇ હતી. જે પૈકી એક મેચમાં શક્તિશાળી પોર્ટુગલે ન્યુઝીલેન્ડ પર ૪-૦થી જીત મેળવી હતી. જ્યારે અન્ય એક મેચમાં મેક્સિકોએ રશિયા પર ૨-૧થી જીત મેળવી હતી. રશિયાના સેન્ટસ પીટર્સબર્ગ ખાતે રમાયેલી મેચમાં ન્યુઝીલેન્ડ પર ૪-૦થી જીત મેળવીને પોર્ટુગલે સેમીફાઇનલમાં કુચ કરી હતી. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં રોનાલ્ડોએ તેની કેરિયરનો ૭૫મો ગોલ ફટકાર્યો હતો. રશિયામાં સતત ત્રીજી વખત મેન એફ ધ મેચનો એવોર્ડ રોનાલ્ડો જીતી ગયો હતો. કરચોરીના મામલે તે સ્પેનમાં કાયદાકીય  ગુંચનો સામનો કરી રહ્યો છે. પોર્ટુગલની સાથે મેક્સિકો પણ આગામી દોરમાં પહોંચી ગયુ છે. યજમાન રશિયા બહાર થઇ ગયુ છે. રોનાલ્ડોએ ૩૩મી મિનિટમાં પેનલ્ટીને ગોલમાં બદલી દેવામાં સફળતા મેળવી હતી. સિલ્વાએ ચાર મિનિટ બાદ બીજો ગોલ કર્યો હતો. ત્યારબાદ આન્દ્રે સિલ્વાએ ૮૦મી  મિનિટમાં ત્રીજો ગોલ કર્યો હતો. ચોથો અને અંતિમ ગોલ પોર્ટુગલ તરફથી નાનીએ કર્યો હતો. ગોલ અંતરના આધારે પોર્ટુગલ પોતાના ગ્રુપમાં પ્રથમ સ્થાને છે જ્યારે મેક્સિકો બીજા સ્થાને રહ્યુ હતુ. બન્ને મેચો હાઉસફુલની સ્થિતી વચ્ચે રમાઇ હતી. રશિયામાં આ વખતે આયોજન કરવામાં આવ્યુ છે જેથી રશિયાના ફુટબોલ ચાહકો રોમાંચમાં ડુબેલા છે. કન્ફડરેશન કપની મેચો ચાર જુદા જુદા મેદાનો ઉપર રમાઇ રહી છે. જે ચાર શહેરોમાં મેચો રમાઇ રહી છે તેમાં સેન્ટ પિટર્સબર્ગ, મોસ્કો, કઝાન અને સોચીનો સમાવેશ થાય છે. ચેમ્પિયન બ્રાઝિલ આશ્ચર્યજનકરીતે આ વખતે ક્વાલીફાઇડ થયુ નથી. ૨૦૦૫, ૨૦૦૯ અને ૨૦૧૩માં કન્ફડરેશન કપ જીતનાર બ્રાઝિલ આ વખતે મેદાનમાં ઉતર્યુ નથી.  ૧૯૯૫ બાદ પ્રથમ વખત બ્રાઝિલની ટીમ ક્વાલીફાઈડ કરી શકી નથી. ગ્રુપ એમાં રશિયા, ન્યુઝીલેન્ડ, પોર્ટુગલ અને મેેક્સિકોની ટીમ છે જ્યારે ગ્રુપ બીમાં કેમરુન, ચીલી, ઓસ્ટ્રેલિયા અને જર્મની જેવી ટીમો છે. રશિયામાં પ્રથમ વખત આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે.  યુરોપિયન પેટાખંડમાં ત્રીજી વખત કન્ફડરેશન કપનું આયોજન થયું છે. યજમાન દેશ હોવાથી રશિયા આ ટુર્નામેન્ટ માટે ઓટોમેટિકરીતે ક્વાલીફાઇડ થયું હતુ. જો કેતે હવે બે મેચોમાં હાર બાદ ફેંકાઇ ગયુ છે.  ગ્રુપ તબક્કામાં દરેક ટીમ ચારના ગ્રુપમાં ત્રણ મેચ રમ્યા બાદ  વિજેતા અને રનર્સઅપ નોકઆઉટમાં એકબીજાનો સામનો કરશે. નોકઆઉટ સ્પર્ધામાં ચાર ટીમો સિંગલ ઇલિમિનેશન મેચમાં ભાગ લેશે. ત્યારબાદ સેમિફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે. ત્રીજા સ્થાન માટેની મેચ સેમિફાઇનલમાં હારના બે ટીમો વચ્ચે રમાશે. કન્ફડરેશન કપ શરૂ થયા બાદ બીજી જુલાઈ સુધી ચાલશે.

Related posts

कप्तान इयोन मोर्गन को हमेशा से मुझ पर भरोसा था : आदिल राशिद

aapnugujarat

કોહલી રન મશીન, પરંતુ સચિન ઓલ ટાઇમ બેસ્ટ : લારા

aapnugujarat

वाडा ने एनडीटीएल को छह माह के लिए किया निलंबित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1