Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

પાકિસ્તાનનાં બહાવલપુરમાં ઓઈલ ટેન્કરમાં આગથી ૧૫૫ લોકો ભડથુ

પાકિસ્તાનના બહાવલપુરમાં એક ઓઇલ ટેન્કરમાં વિનાશકારી આગ ફાટી નિકળતા ઓછામાં ઓછા ૧૫૫ લોકો બળીને ભડથુ થઇ ગયા છે જ્યારે આ આગની ઘટનામાં ૧૦૦થી પણ વધુ લોકો દાઝી ગયા છે જે પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ઓઇલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગ ફાટી નિકળી હતી. લોકો પેટ્રોલ લેવા માટે પહોંચી રહ્યા હતા ત્યારે જ આ બનાવ બન્યો હતો. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલપુર જિલ્લામાં હાઈવે ઉપર આ બનાવ બન્યો હતો. અહમદપુર સરિયા નામની જગ્યા પર તેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ તેમાં વિસ્ફોટ થયા હતા જેમાં આગ ફાટી નિકળી હતી. રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર થયેલી આ ભીષણ ઘટનાને હાલના વર્ષોની સૌથી મોટી ઘટના તરીકે ગણવામાં આવે છે. મળેલી માહિતી મુજબ હાઈવે ઉપર જ્યારે લોકોએ ટેન્કરને પલટી ખાતુ જોઇ લીધું ત્યારે તેમાંથી લીક થઇને બહાર આવી રહેલા તેલને જમા કરવા માટે લોકો ઝડપથી દોડ્યા હતા. આમા મહિલાઓ અને બાળકોની સંખ્યા પણ હતી. તે જ વેળા ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો અને તેના સકંજામાં મોટી સંખ્યામાં લોકો આવી ગયા હતા. બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી પરંતુ લોકોને બચાવી શકાયા નહતા. મોટી સંખ્યામાં દાઝી ગયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળની નજીક રહેલી છ કાર, બાર બાઇકને પણ ભારે નુકસાન થયું છે. પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ સેનાને નાગરિક વહીવટીતંત્રની સાથે મળીને કામ કરવા માટે કહ્યું છે. સાથે સાથે બચાવ અને રાહત કામગીરીને ઝડપી બનાવવાનો પણ આદેશ કર્યો છે. ઓઇલ ટેન્કર કરાંચીથી લાહોર આવી રહ્યું હતું ત્યારે આજે વહેલી સવારે અહેમદપુર સરિયા નજીક હાઈવે ઉપર આ બનાવ બન્યો હતો. લાહોરથી આશરે ૪૦૦ કિલોમીટરના અંતરે સ્થિત વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. કેટલાક અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ઢોળાઇ ગયેલા પેટ્રોલને એકત્રિત કરવા માટે હાઈવે પર જમા થયેલા લોકો પૈકી કોઇ લોકોએ સિગારેટ અથવા બીડી સળગાવતા આ બનાવ બન્યો હતો. આસપાસના તમામ વિસ્તારો સકંજામાં આવી ગયા હતા. જિલ્લા કોર્ડિનેશન ઓફિસર રાણા સલીમ અફઝલે કહ્યું છે કે, પાકિસ્તાનના ઇતિહાસમાં આ સૌથી મોટી ઘટના છે. ઓછામાં ઓછા ૧૨૩ લોકોના મોત તો કોઇપણ મેડિકલ સહાય પહેલા જ મોત થઇ ગયા હતા. જ્યારે બાકીના લોકોને જિલ્લા હેડક્વાર્ટર ખાતેની હોસ્પિટલ, વિક્ટોરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોટાભાગના લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ઓઇલ ટેન્કરમાંથી ૫૦૦૦૦ લીટર પેટ્રોલ ઢોળાઇ ગયું હતું. ૧૪૦ના મોતને સમર્થન મળી ચુક્યું છે. મોતનો આંકડો વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. મૃત્યુ પામેલા લોકો પૈકી મોટાભાગના સંપૂર્ણપણે બળી ગયા છે. તેમની ડીએનએ ટેસ્ટથી જ ઓળખ થશે. પંજાબ સરકારે કહ્યું છે કે, ત્રણ હેલિકોપ્ટરોની મદદ પણ લેવામાં આવી છે જેના કારણે ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને મુલ્તાનની લશ્કરી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. વધુ સારી સુવિધા દાઝી ગયેલા લોકોને મળે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. મોટાભાગના લોકો પેટ્રોલ લેવા માટે દોડ્યા હતા જેના લીધે આ સમસ્યા વધુ ગંભીર બની હતી. પંજાબના મુખ્યમંત્રી શહબાઝ શરીફે ઇજાગ્રસ્તોને ઝડપથી તબીબી સારવાર મળે તેવી સૂચના આપી છે. દાઝી ગયેલાઓને મુલ્તાનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બચાવ ઓપરેશન માટે આર્મીના હેલિકોપ્ટરો પણ ગોઠવવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં ઇદ ઉલ ફિતુરની ઉજવણી કરવામાં આવે તેના એક દિવસ પહેલા જ આ બનાવ બનતા ખુશીનું મોજુ આઘાતમાં ફેરવાઈ ગયું છે. રમઝાનના અંતિમ દિવસે આ બનાવ બન્યો હતો.

Related posts

आदिवासी वोटर्स पर मोदी का फोकस

aapnugujarat

कश्मीर मुद्दे पर भड़के राहुल, कहा- आंतरिक मुद्दो में हस्तक्षेप न करे पाक

aapnugujarat

बांग्लादेश में ट्रेन की बस से जोरदार टक्कर, 12 की मौत

editor

Leave a Comment

UA-96247877-1