Aapnu Gujarat
રાષ્ટ્રીય

સાઉદીના પાઠ્યક્રમમાં રામાયણ – મહાભારત સામેલ કરાયું

સાઉદી અરબના વિદ્યાર્થીઓ માટે નવા પાઠ્યક્રમમાં રામાયણ અને મહાભારતને શામેલ કરાયો છે. સાઉદી અરબમાં હવે શિક્ષણ ક્ષેત્રે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને વિઝન ૨૦૩૦ હેઠળ અન્ય દેશોના ઇતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસને જરૂરી બતાવ્યો છે. આ હેઠળ એવું બતાવાયું છે કે વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત ભણાવવામાં આવે. એના પાછળનું એવું કારણ જણાવાયું છે કે આ અભ્યાસ વિશ્વસ્તર પર મહત્ત્વપૂર્ણ ભારતીય સંસ્કૃતિઓ જેવી યોગ અને આયુર્વેદ પર ધ્યાન કેન્દ્રિત કરશે.આ વચ્ચે નવા વિઝન ૨૦૩૦ માં અંગ્રજી ભાષાને પણ અનિવાર્ય કરી દેવાઈ છે. સાઉદીના યુઝર્સમાં નૂફ અલ મારવાઈ નામના ટિ્‌વટ ર યુઝર્સ દ્વારા એક સ્ક્રિન શોટ જારી કરીને જણાવ્યું છે. તેણે કહ્યું કે સાઉદી અરબનું નવું વિઝન ૨૦૩૦ અને સિલેબસ એક એવું ભવિષ્ય બનાવવામાં મદદ કરશે જે સમાવેશી, ઉદાર અને સહિષ્ણુ હોય.સામાજિક અધ્યયનની પુસ્તકની સ્ક્રિન શોર્ટ ઉપલબ્ધ કરતાં તેણે લખ્યું આજે મારા દિકરાની સ્કૂલની પરિક્ષાના સિલેબસમાં હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ, રામાયણ, કર્મ, મહાભારત અને ધર્મની અવધારણાઓ અને ઈતિહાસ શામેલ છે. મને તેને અભ્યાસમાં મદદ કરવામાં મજા આવી.સાઉદીના પાઠ્યપુસ્તકમાં કહેવાયું છે કે આના દ્વારા દેશ શિક્ષિત અને કુશળ કાર્યબળનું નિર્માણ કરીને વૈશ્વિક અર્થવ્યવસ્થાની પ્રતિસ્પર્ધામાં શામેલ થશે. ત્યાં અલગ અલગ દેશો અને લોકોની વચ્ચે સાંસ્કૃતિક સંવાદોનું આદાન પ્રદાન વૈશ્વિક શાંતિ અને માનવ કલ્યાણમાં સહાય છે. એટલા માટે અહીં અંગ્રેજીને પણ વિશેષ તોર પર શામેલ કરવા પર ભાર મુકાયો છે.

Related posts

મધ્યપ્રદેશ : જાનૈયાઓની ટ્રક પુલથી ખાબકતા ૨૨નાં મોત

aapnugujarat

ભાજપ સાથે ગઠબંધન કરી લેવા પલાનીસામીનો સંકેત

aapnugujarat

पाक ने आतंक को बनाया व्यापार : जयशंकर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1