Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભીખ માંગો… ઉધાર લ્યો… ચોરી કરો પણ દર્દીઓને ઓકસીજન આપો : દિલ્હી હાઇકોર્ટ

દિલ્હી હાઇકોર્ટે ઓકસીજનની પુરતી વ્યવસ્થા નહિ કરવા બદલ કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહયું છે કે, સરકાર માટે માનવ જીંદગીની કોઇ કિંમત નથી, અદાલતે આકરી ટિપ્પણી કરતાં કેન્દ્ર સરકારને કહયું હતુ કે ભીખ માંગો, કોઇ પાસેથી ઉધાર લ્યો કે ચોરી કરીને પણ દર્દીઓ માટે ઓકસીજનની વ્યવસ્થા કરો. મેકસ હોસ્પિટલ ગ્રૃપ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી જણાવાયું હતું કે, અમારી હોસ્પિટલોમાં ઓકસીજનનું સ્તર ખતરનાક સ્તરે ઘટી ગયુ છે અમોને તરત ઓકસીજન જોઇએ છે. જસ્ટીશ વિપિન સંધી અને જસ્ટીશ રેખા પલ્લીની ખંડપીઠે આ અંગે સુનાવણી કર્યા બાદ ઓકસીજનનો પુરવઠો પુરો પાડવા કેન્દ્રને આદેશ આપતા તીખી ટીપ્પણી કરી હતી. અદાલતે કેન્દ્ર સરકારને કહયું હતું કે અમે એ જઇને દુઃખી અને આંચકો અનુભવીએ છીએ કે સરકાર વાસ્તવિકતા નથી જોતી. હાઇકોર્ટ સરકારને કહયું હતું કે અમે લોકો ઓકસીજનની અછતથી મરતા જોઇને શકીએ.
દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ઉધાર લો કે પછી ચોરી કરો, પરંતુ ઓક્સિજન લઈને આવો, અમે દર્દીઓને મરતા નહિ જોઈ શકીએ. બુધવારે દિલ્હીની કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનની તાત્કાલિક જરૂરિયાત સંબંધમાં સુનાવણી કરતાં દિલ્હી હાઈકોર્ટે આ ટિપ્પણી કરી હતી.
દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો હતો કે કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર કરી રહેલી દિલ્હીની હોસ્પિટલોને કોઈપણ રીતે ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવે. આ અંગે કોર્ટે એ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો કે કેન્દ્ર સ્થિતિની ગંભીરતાને શા માટે સમજી રહી નથી. કોર્ટે નાસિકમાં પૂરતો ઓક્સિજન ન મળવાને કારણે થયેલા મોતનો પણ ઉલ્લેખ કર્યો.
દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે ઉદ્યોગો ઓક્સિજન માટે ઘણા દિવસો સુધી રાહ જોઈ શકે છે, જોકે અહીં હાલની સ્થિતિ ખૂબ જ નાજુક અને સંવેદનશીલ છે. જો ટાટા કંપની તેના ઓક્સિજન ક્વોટાને ડાઇવર્ટ કરી શકે છે તો બીજા શા માટે આવું ન કરી શકે. શું માનવતાને કોઈ સ્થાન જ નથી. આ હાસ્યાસ્પદ છે.
કોર્ટે દિલ્હીની મેક્સ હોસ્પિટલની અરજી પર સુનાવણી કરી, જેણે ૧૪૦૦ કોવિડ દર્દીને બચાવવા માટે કોર્ટનો સહારો લીધો હતો. હોસ્પિટલે દાવો કર્યો કે તેની પાસે પર્યાપ્ત ઓક્સિજ નથી. આ અંગે કોર્ટે અચરજ વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેના આદેશ પર હોસ્પિટલોને ઓક્સિજન અપાઈ રહ્યો નથી.
જજ વિપિન સાંધી અને જસ્ટિસ રેખા પલ્લીની પીઠે આ દિવસોમાં સુનવણી કરતા કહ્યુ કે ઓકિસજનની માંગને પહોંચી વળવાની જવાબદારી સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકારના ખભા પર છે અને જરુર પડવા પર સ્ટીલ અને પેટ્રોલિયમ સહિત તમામ ઉદ્યોગોના તમામ ઓકિસજનની આપૂર્તિ મેડિકલ ઉપયોગ માટે કરી શકાય છે.
પીઠે કહ્યુ સ્ટીલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ ઓકિસજનની બહું મોટી ખપત કરે છે અને ત્યાંથી ઓકિસજન લેવાથી હોસ્પિટલોની જરુરિયાતો પુરી થઈ શકે છે. કોર્ટે કહ્યુ કે જયારે ટાટા પોતાના સ્ટીલ પ્લાન્ટમાં બનાવેલ ઓકિસજન મેડિકલ ઉપયોગમાં આપી શકે છે તો બીજા એવું કેમ નથી કરી શકતા. આ લાલચની હદ છે. શું જરાય માનવતા નથી બચી?
હાઈકોર્ટે કહ્યુ કે આ ઓકિસજન ઉત્પાદન કરનારા સ્ટીલ પ્લાન્ટને ચાલુ રાખવાની પરવાનગી આપવાની કેન્દ્રની નીતિ ખુશ નથી. તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકાર હોસ્પિટલોને ઓકિસજન પૂર્તીની રીતે માટે તથા સંસાધનો પર વિચાર કરશે. ચાહે વિશેષ કોરિડોર જ બનાવે કે પછી વિમાનથી પહોંચાડે.
કોર્ટે બાલાજી મેડિકલ એન્ડ રિસર્ચ જેન્ટરની અરજી પર સુનવણી કરી હતી. આ સંસ્થા મેકસ નામની અનેક હોસ્પિટલો ચલાવે છે. અરજીમાં ઓકિસજનની સ્થિતિ સારી ન હોવાથી અનેક લોકોને જીવનું જોખમ હોવાની વાત કરાઈ હતી.
પીઠે કહ્યુ કે અમે કેન્દ્રને આ નિર્દેશ આપવા બંધાયેલા છીએ કે આ આદેશનું તાત્કાલિક પાલન થાય અને હોસ્પિટલોને સ્ટીલ પ્લાન્ટ તથા જરુર પડે તો પેટ્રોલિયમ પ્લાન્ટમાંથી ઓકિસજન લે. તેમણે કહ્યું કે આવા ઉદ્યોગોને હોસ્પિટલની સ્થિતિ સુધરવા સુધી ઉત્પાદન રોકવુ પડશે. કોર્ટે તેમને કહ્યુ તેઓ તે ઓકિસજનનું ઉત્પાદન વધારીને બીજા રાજયો માટે કેન્દ્રનો આપે.
એડિશન સોલિસીટર જનરલ ચેતન શર્માના અનુરોધ પર હાઈકોર્ટે થોડાક સમય માટે વિરામ બાદ રાત ૯.૨૦ વાગે સુનવણી જારી રાખવા પર સહમતિ વ્યકત કરી હતી, પીઠે કહ્યું કે અમારી ચિંતા ખાલી દિલ્હી માટે નથી. અમે જાણવા માંગીએ છીએ કે ભારતમાં ઓકિસજનની માંગ માટે કેન્દ્ર સરકાર શુ કરી રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર શુ કરી રહી છે. જો દિલ્હીમાં આ સ્થિતિ છે તો નિશ્યિત જ બીજા રાજયોમાં આવુ જ હશે.

Related posts

राजस्थान में कोच्चि NIA की छापेमारी

editor

તમામ નિર્ણય વેબસાઇટ પર મુકવા કોલેજિયમનો નિર્ણય

aapnugujarat

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસને સાથ આપવા માયા અને અખિલેશે જાહેરાત કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1