Aapnu Gujarat
National

ભારતીય દલિત સાહિત્ય અકાદમીનું અધિવેશન યોજાયુ

ભારતીય દલિત સાહિત્ય અકાદમી કેન્દ્રીય સરકાર માન્ય સાહિત્યીક સંસ્થા છે, રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો કરી દર વરસે નવા ઉગતા કવિ,લેખકો તથા પીઢ સાહિત્યકારોને સક્ષમ માધ્યમ પુરુ પાડી, તેમનું મુલ્યાંકન કરી રાષ્ટ્રીય સ્તરના યોગ્ય ઍવૉર્ડોથી નવાજવામાં આવે છે..
ભારતીય દલિત સાહિત્ય અકાદમીનું ૩૬મું અધિવેશન, પંચશિલ આશ્રમ,જર્દા ગામ નવી દિલ્હી ખાતે યોજાયું હતું.પૂર્વ કેન્દ્રિય સમાજ કલ્યાણ મંત્રી શ્રી સંઘ પ્રિય ગૌતમ , પૂર્વ કેન્દ્રીય સમાજ કલ્યાણ મંત્રી સત્યનારાયણ જતિયા ,ભારતીય દલીત સાહિત્ય અકાદમી ના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી સોહનપાલ ,ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયવંતસિહ જાડેજા, તથા અન્ય મહાનુભાવો, તેમજ કવિ,લેખકો સાહિત્યકારો,સમાજ સેવકો, તથા ઍવૉર્ડ વિજેતાઓની ઉપસ્થિતીમાં યોજાયુ હતું.
પ્રથમ વાર જ જે એવૉર્ડ એનાયત થયા તે,

દાહોદના નરેશભાઈ ચાવડાને લોહપુરુષ સરદાર પટેલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અમદાવાદના મહેન્દ્રભાઈ મકવાણાને સાહિત્યકાર,ચિત્રકાર, તેમજ સમાજ સેવક ના રાષ્ટ્રીય ઍવૉર્ડ થી નવાજવામાં આવ્યા હતા.ઉમેશભાઈ મકવાણાને ડૉ. બાબાસાહેબ આંબેડકર સાહિત્યકાર તથા સમાજ સેવક રાષ્ટ્રીય ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.સાબરકાંઠાના કચડાએલી પ્રજા માટે કાર્ય કરતા માવજીભાઈ સુતરીયાને ડૉ.બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રીય ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.તેમજ બીજા અન્ય કવિ, લેખકો અને સાહિત્યકારો, સમાજસેવકોને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ કાર્યકમમા ગુજરાત પ્રદેશમાંથી સુરેશભાઈ ચૌહાણ,પ્રવિણભાઈ જાદવ, એવં આદરણીય,વયસ્ક,વડીલ દાનાભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયવંતસિંહ જાડેજાએ પ્રત્યક્ષ,અપ્રત્યક્ષ,સહકાર આપનાર સર્વેનો આભાર વ્યક્ત કર્યો છે.

Related posts

Gangaur Ride Will Come Out Of Junagadh, Fair Will Be Held In Dhadho’s Chowk

aapnugujarat

NCBની રડાર પર સ્ટાર કિડ્સ, નવું નામ આવ્યું સામે

editor

લખનઉના ઓક્સિજન પ્લાન્ટમાં બ્લાસ્ટ

editor

Leave a Comment

UA-96247877-1