Aapnu Gujarat
રાષ્ટ્રીય

હરિયાણા વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ખટ્ટર સરકારે જીત મેળવી

મનોહરલાલ ખટ્ટર સરકારે અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં હરિયાણા વિધાનસભામાં જીત હાસિલ કરી છે. અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં ૩૨ અને વિરોધમાં ૫૫ મત પડ્યા છે. મહત્વનું છે કે વિધાનસભામાં કોંગ્રેસના ૩૦ ધારાસભ્યો છે.
વોટિંગ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યુ કે, આ પ્રસ્તાવ લાવવા માટે કોંગ્રેસનો આભાર. કોંગ્રેસની મૃગતૃષ્ણા ક્યારેય પૂરી નહીં થાય.
ખટ્ટરે કહ્યુ, નો કોન્ફિડેન્શ કોંગ્રેસની સંસ્કૃતિ છે. જ્યારે પાર્ટી ચૂંટણી હારી જાય તો તેને ઈવીએમ પર વિશ્વાસ થતો નથી. સર્જિકલ સ્ટ્રાઇકના પૂરાવા માંગે છે. જાે કોંગ્રેસ સત્તામાં રહે છે તો બધુ પરાબર છે, પરંતુ ભાજપ સત્તામાં છે તો નહીં.
તો હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ વિધાનસભામાં કહ્યુ, ૧૦ વર્ષથી નારો લાગ્યો કે હુડ્ડા તેરે રાજમાં કિસાન ની જમીન ગઈ વ્યાજ મેં. છેલ્લા એક વર્ષમાં અમે ૩૦૦૦૦ હજાર કરોડ રૂપિયાના પાક એમએસપી પર ખરીદ્યા છે. તે માટે અમે ૧૮૦૦ ખરીદ કેન્દ્ર બનાવ્યા હતા.
તેમણે કહ્યું કે, આ વખતે પણ પ્રત્યેકને વિશ્વાસ અપાવીએ છીએ કે જ્યારે મંડીમાં તમારૂ ફોર્મ આવશે, તેના બે દિવસની અંદર તમારા ખાતામાં પૈસા પહોંચી જશે.
ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ બુધવારે સવારે હરિયાણા વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો, જેના પર સ્પીકરે પહેલા ૨ કલાક અને બાદમાં ૩ કલાક સુધી ચર્ચાની મંજૂરી આપી. આ દરમ્યાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનમાં દિલ્હીની સીમાઓ પર ૨૫૦થી વધુ ખેડૂતોના મોત થઈ ચૂક્યાં છે. સદનમાં તેમના નામ રજૂ કર્યાં પરંતુ મને સમાચાર પત્રોમાં તેમના નામ ના મળ્યાં. ભૂપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે મનોહર લાલ ખટ્ટર સરકાર પાસે બહુમત નથી, પરંતુ આ સરકાર જનનાયક જનતા પાર્ટી ઉપર ટકી છે. જે બાદ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ગુપ્ત મતદાનની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદા વિરુદ્ધ પાછલા લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે કોંગ્રેસે દાવો કર્યો હતો કે હરિયાણા સરકાર પાસે બહુમત નથી. વિપક્ષના નેતા અને પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ આરોપ લગાવ્યો હતો કે સીએમ મનોહર લાલ ખટ્ટર જનતા અને પોતાના ધારાસભ્યનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે.

Related posts

સુપ્રીમ કોર્ટે ફગાવી કુરાનની આયાતો વિરૂદ્ધની અરજી

editor

સુનંદા પુષ્કર કેસ : ચાર્જશીટ દાખલ : શશી થરૂર ઉપર આરોપો

aapnugujarat

સરહદી વિવાદ વચ્ચે મોદી જિનપિંગ જર્મનીમાં મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1