Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સુનંદા પુષ્કર કેસ : ચાર્જશીટ દાખલ : શશી થરૂર ઉપર આરોપો

સમગ્ર દેશને હચમચાવી મુકનાર સુનંદા પુષ્કર મોતના મામલામાં દિલ્હી પોલીસે આજે ચાર્જશીટ દાખલ કરી હતી. કોંગ્રેસના નેતા શશી થરુરના પત્ની સુનંદા પુષ્કર લીલા હોટલના રૂમ નંબર ૩૪૫માં ચાર વર્ષ અગાઉ મૃત હાલતમાં મળી આવ્યા હતા. દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે અને આ કેસમાં આરોપી તરીકે તેમના પતિ અને કોંગ્રેસના સાંસદ શશી થરુરનું નામ રાખતા કોંગ્રેસની અને શશી થરુરની ચિંતામાં વધારો થયો છે. મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ ધર્મેન્દ્રસિંહ સમક્ષ આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના નેતા ઉપર આક્ષેપબાજીનો દોર શરૂ થઇ ગયો છે. પોલીસે કહ્યું છે કે, આ કેસ આત્મહત્યાનો છે. મર્ડરનો કેસ નથી. આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે જે ચાર્જશીટ દાખલ કરી છે તેમાં જુદી જુદી કલમો રાખવામાં આવી છે જેમાં કલમ ૩૦૬ અને ૪૯૮એનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસે કલમ ૩૦૬ હેઠળ શશી થરુર પર સુનંદાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત સ્થાનિક હિંસા અથવા તો પત્નીની સાથે ક્રૂરતાની કલમ ૪૯૮એનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટીવી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સ્થાનિક લડાઈ ઝગડા અને શશી થરુર સાથે સારા સંબંધ ન હોવાના લીધે સુનંદા પુષ્કરને આત્મહત્યા તરફ દોરી જવાની ફરજ પડી હતી. આ સનસનાટીપૂર્ણ મામલામાં વધુ સુનાવણી ૨૪મી મેના દિવસે હાથ ધરવામાં આવનાર છે. ૧૭મી જાન્યુઆરી ૨૦૧૪ના દિવસે ચાણક્યપુરી સ્થિત ફાઈવ સ્ટાર હોટલ લીલા પેલેસના સુઇટ નંબર ૩૪૫માં શકમંદ સ્થિતિમાં મૃતહાલતમાં સુનંદા મળી આવી હતી. આ મોતને પહેલા આત્મહત્યા તરીકે ગણાવવામાં આવી હતી પરંતુ એક વર્ષ બાદ વિસરા રિપોર્ટ આવ્યા બાદ પોલીસે વણ ઓળખાયેલા લોકોની સામે હત્યાની કલમ હેઠળ પણ કેસ દાખલ કર્યો હતો. મામલાની તપાસ માટે એસઆઈટી બનાવવામાં આવી હતી.
જો કે, ચાર વર્ષનો ગાળો થઇ ગયો હોવા છતાં આ કેસનો ઉકેલ આવી શક્યો નથી. કોઇની ધરપકડ પણ થઇ શકી નથી. સુનંદા પુષ્કર મોતના મામલામાં રાજકીય રમત પણ ચાલી રહી હોવાના આક્ષેપ થતાં રહ્યા છે. સુત્રોએ કહ્યું છે કે, અંતિમ પોલીસ રિપોર્ટમાં થરુર ઉપર ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૬ અને ૪૯૮એ હેઠળ આરોપો મુકવામાં આવ્યા છે જે પત્ની પ્રત્યે ક્રૂરતા અને આત્મહત્યા તરફ દોરી જવા સાથે સંબંધિત છે. પુષ્કર દક્ષિણ દિલ્હીમાં આવેલી જે ફાઈવ સ્ટાર હોટલમાં મૃત હાલતમાં મળી આવી હતી તે હોટલના સુઇટ નંબર ૩૪૫માં ગયા મહિનામાં જ ફરી ખોલી દેવામાં આવ્યા બાદ આની પણ ચર્ચા રહી હતી. પહેલી જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ એક એફઆઈઆર દાખલ કરાઈ હતી. એપ્રિલ મહિનામાં આ કેસમાં તપાસ કરનાર તપાસ ટીમ સીટે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, અંતિમ રિપોર્ટનો ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે જેમાં પ્રોફેશલ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ કરવામાં આવી ચુકી છે. કાયદાકીય ચકાસણી બાદ આને ટ્રાયલ કોર્ટમાં રજૂ કરાશે.

આત્મહત્યા માટે ઉશ્કેરવાના આક્ષેપ પાયાવિહોણા : થરૂર
પત્નિ સુનંદા પુષ્કરના મોતના મામલામાં દિલ્હી પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના નેતા શશી થરુરે તરત જ પ્રતિક્રિયા આપી હતી. શશી થરુરે આ આક્ષેપોને ઉપજાવી કાઢેલા અને આધાર વગરના ગણાવ્યા હતા. શશી થરુરે કહ્યું હતું કે, તે તેમની સામે કરવામાં આવેલા આક્ષેપો સામે લડવા માટે તૈયાર છે. શશી થરુરે કહ્યું હતું કે, તેમની લીગલ ટીમ સાથે વાતચીત કરશે. શશી થરુરે ટિ્‌વટ કરીને કહ્યું છે કે, તેઓએ તેમની સામે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની ગંભીર નોંધ લીધી છે. સુનંદાને જાણનાર લોકો હજુ પણ માની શકવાની સ્થિતિમાં નથી કે, સુનંદાએ આત્મહત્યા કરી લીધી છે. આવી સ્થિતિમાં ઉશ્કેરવાની બાબત બિલકુલ યોગ્ય દેખાતી નથી. દિલ્હી પોલીસના ઉદ્દેશ્યો અને પદ્ધતિ સામે પણ શશી થરુરે પ્રશ્નો ઉઠાવ્યા છે. શશી થરુરનું કહેવું છે કે, ચાડા ચાર વર્ષની તપાસ બાદ આ પ્રકારના તારણો રજૂ કરવામાં આવે છે. દિલ્હી પોલીસની કામગીરીને લઇને પણ તેઓ સંતુષ્ટ દેખાઈ રહ્યા નથી. ૧૭મી ઓક્ટોબરના દિવસે દિલ્હીની હાઈકોર્ટમાં એક નિવેદન કરતા લો ઓફિસરે કહ્યું હતું કે, તેમને છ મહિનામાં કોઇની સામે કોઇપણ પુરાવા મળ્યા નથી. સુનંદાને આત્મહત્યા માટે તેઓએ ઉશ્કેરી હતી તે અશક્ય અને માની શકાય નહીં તેવી બાબત છે. અત્રે નોંધનીય છે કે, ૨૨મી ઓગસ્ટ ૨૦૧૦ના દિવસે સુનંદા અને શશી થરુરે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન સંબંધો થોડાક દિવસ સુધી યોગ્ય રીતે ચાલ્યા હતા. ૧૭ જાન્યુ.૨૦૧૪ના દિવસે સુનંદા મૃત હાલતમાં મળી આવી હતી.

Related posts

जी.एस.टी. थोपने से देश मेे आर्थिक मन्दी : मायावती

aapnugujarat

મન કી બાતથી ઓલ ઈન્ડિયા રેડિયોને ૧૦ કરોડની કમાણી

aapnugujarat

આસામમાં શાહનું એલાનઃ મોદીજીની સરકાર બનાવો, તમામ ઘૂસણખોરને બહાર તગેડી મૂકીશું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1