Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મન કી બાતથી ઓલ ઈન્ડિયા રેડિયોને ૧૦ કરોડની કમાણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દર મહિનામાં રજૂ થતા મન કી બાત કાર્યક્રમની લોકપ્રિયતા વધી રહી છે. મોદીની મન કી બાત કાર્યક્રમના કારણે ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા હજુ સુધી ૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી લેવામાં આવી છે. લોકસભામાં આ મુજબની માહિતી સરકાર દ્વારા આપવામાં આવી હતી. કેન્દ્રિય માહિતી અને પ્રસારણ રાજ્યપ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોડે માહિતી આપતા કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૬-૧૭માં મન કી બાત કાર્યક્રમથી કુલ ૫.૧૯ કરોડ રૂપિયાની આવક થઇ હતી. જ્યારે વર્ષ ૨૦૧૫-૧૬માં કમાણી ૪.૭૮ કરોડ રૂપિયાની રહી હતી. રાઠોડે જવાબમાં કહ્યુ હતુ કે મોદીના મન કી બાત કાર્યક્રમના પ્રસારણ બાદ તેને એજ દિવસે ૧૦ ભાષા અને ૩૩ બોલીમાં આને પ્રસારિત કરવામાં આવે છે. તેમણે કહ્યુ હતુ કે એર દ્વારા અગ્રેજી અને સંસ્કૃતમાં પણ આને પ્રસારિત કરવામાં આવે છે. રાઠોડે માહિતી આપતા કહ્યુ હતુ કે દેશની પ્રજા માટે મન કી બાત કાર્યક્રમનુ પ્રસારણ ટ્ર્‌ાન્સમીટરનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. બીજી બાજુ ભારતની બહાર આને સાંભળવા માટે કાર્યક્રમને પહોંચાડી દેવા માટે ઇન્ટરનેટ અને શોર્ટવેવ ટ્રાન્સમીટરનો ઉપયોગ કરવામાં આવે છે.
વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૧૪માં ઓક્ટોબરથી દેશની પ્રજા સાથે વાતચીત કરવા માટે મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરી હતી. દરેક મહિનાના છેલ્લા રવિવારે આનુ પ્રસારણ કરવામા આવે છે.
આ કાર્યક્રમની શરૂઆત ૨૦૧૪માં થયા બાદ દર મહિને મોદી જુદા જુદા વિષય પર મન કી બાત કાર્યક્રમમાં લોકો સાથે પોતાના અભિપ્રાયોની આપ લે કરે છે. દેશના જુદા જુદા ભાગોમાં આ કાર્યક્રમને સાંભળનાર લોકોની સંખ્યામાં હાલમાં ઉલ્લેખનીય વધારો થયો છે.

Related posts

सऊदी, यूएई सहित ४ अरब देशों ने कतर से तोड़े रिश्ते

aapnugujarat

ખાંડ આયાત ડ્યુટી વધારીને ૫૦ ટકા કરવા માટે તૈયારી

aapnugujarat

मुंबई में पकड़ी गई 1000 करोड़ की ड्रग्स

editor

Leave a Comment

UA-96247877-1