Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આરજેડી અને જેડીયુ વચ્ચે સમાધાનની શક્યતા ઓછી

બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવ અને નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવની સાથે વાતચીત કરી હતી. મહાગઠબંધન પર તોળાઇ રહેલા સંકટના વાદળોને દુર કરવા માટે આ બેઠક યોજાઇહતી. જો કે બેઠક બાદ પણ મહાગઠબંધનમાં જારી ખેંચતાણ યથાવત છે. જેડીયુ અને આરજેડી વચ્ચે ફરી એકવાર તલવાર ખેંચાઇ ગઇ છે. આવી સ્થિતીમાં તેમની વચ્ચે સમાધાનની શક્યતા ઓછી દેખાઇ રહી છે. લાલુ યાદવના નજીકના લોકો માની રહ્યા છે કે મહાગઠબંધનમાં જારી ખેંચતાણ ખતમ થઇ ચુકી છે. બિહારના પૂર્વ પ્રધાન અને લાલુના નજીકના વ્યક્તિ શિવાનંદ તિવારીએ નિવેદન કરતા કહ્યુ હતુ કે મહાગઠબંધનમાં જારી ખેંચતાણનો અંત આવી ગયો છે. જો કે તેમના નિવેદન બાદ તરત જ જેડીયુના નેતાએ આરજેડી પર પ્રહારો કર્યા હતા. જેડીયુ પર આક્ષેપ કરતા આરજેડીના નેતા કહી રહ્યા છે કે નીતિશ કુમાર દ્વારા હવે ભાજપ સાથે ડીલ કરી લેવામાં આવી છે. શિવાનંદ તિવારીએ કહ્યુ હતુ કે લાલુના પરિવારના સભ્યોએ સંપત્તિના સંબંધમાં અનેક વખત ખુલાસા કર્યા છે. હવે નીતિશ કુમારને બિહારની પ્રજા સામે સ્પષ્ટતા કરવી છે કે શુ તેમને ભાજપની સાથે કોઇ ગુપ્ત સમજુતી કરી લીધી છે. દરરોજ ખુલાસા કરવામાં આવશે નહી. નીતિશ કુમારની સાથે વાતચીતમાં તેજસ્વીએ કહ્યુ હતુ કે તેઓ કોઇ કિંમતે હોદ્દો છોડનાર નથી. છેલ્લા ઘણા દિવસથી ખેંચતાણનો દોર ચાલી રહ્યો છે. ભાજપ તરફથી નીતિશકુમાર તરફ હવે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ભાજપનું કહેવું છે કે, જો આરજેડી ગઠબંધનથી અલગ થઇ જશે તો તે નીતિશકુમારની સરકારને ગબડવા દેશે નહીં. તેજસ્વીએ મંગળવારના દિવસે નીતિશકુમાર સાથેની વાતચીત દરમિયાન રાજીનામુ આપવાનો ઇન્કાર કર્યો હતો. તેજસ્વીએ એમ પણ કહ્યું હતું કે, સીબીઆઈ તરફથી દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના મામલામાં કાયદાકીય રસ્તો અપનાવશે. આરજેડીના સુત્રોના કહેવા મુજબ તેજસ્વીએ બીજા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, વિરભદ્રસિંહ અને રઘુવરદાસનું ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, અપરાધીક આરોપો હોવા છતાં આ તમામ પોતાના હોદ્દા ઉપર છે. જો કે, જેડીયુના સુત્રોનું કહેવું છે કે, નીતિશકુમાર તેજસ્વીના ખુલાસાથી સંતુષ્ટ નથી. તેમણે કહ્યું છે કે, સીબીઆઈની પાસે તેજસ્વીની સામે મજબૂત પુરાવા છે. ભ્રષ્ટાચારના મુદ્દા ઉપર કોઇ બાંધછોડ કરવાનો પણ નીતિશકુમારે ઇન્કાર કરી દીધો છે. પાર્ટીના લોકો દ્વારા તેમના ઉપર દબાણ લાવવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં મહાગઠબંધનમાં તિરાડ પડે તેવી શક્યતા મજબૂત દેખાઈ રહી છે. બિહારના રાજકારણમાં નવી ગરમી આવે એમ માનવામાં આવે છે.

Related posts

साइकल टूरिजम से पर्यावरण बचाएंगे सिद्धारमैया

aapnugujarat

સ્થાનિક વિમાની પ્રવાસીઓનો આંક ૧૦૦ મિલિયનથી ઉપર

aapnugujarat

બંગાળમાં ચૂંટણી પ્રચારનો અંત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1