Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૦૦ રૂપિયાની નોટોની એકાએક તંગી

હાલના સપ્તાહમાં રૂપિયા ૨૦૦૦ની નોટની વધારે પડતી તંગીના કારણે બેંકરો અને એટીએમ ઓપરેટરો પરેશાન થયેલા છે. તેમની મુશ્કેલી વધી ગઇ છે. દેશના કેટલાક ભાગોમાં તો પહેલાથી જ રોકડની અછતને લઇને તકલીફ છે. આરબીઆઇએ ૨૦૦૦ની નોટની સપ્લાઇ ઘટાડી દીધી હોવાના હેવાલ મળી રહ્યા છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે રોકડ રકમનો ઉપયોગ વધવાથી અને તેના સંગ્રહના કારણે તંગની સ્થિતી સર્જાઇ રહી છે. બેંકરો અને એટીએમ સર્વિસ આપનાર લોકોનુ કહેવુ છે કે સરક્યુલેશમાં ૨૦૦૦ રૂપિયાની નોટની સંખ્યામાં ખુબ ઘટાડો થયો છે. આરબીઆઇ તરફથી આવેલી નવી નોટ હાલના સપ્તાહમાં ઘટી ગઇ છે. આના કારણે એવી અટકળો ચાલી રહી છે કે વધારે વેલ્યુની નોટના ફેલાવાને રોકવા માટ આ વ્યુહરચના અપનાવવામાં આવી રહી છે. એસબીઆઇના ચીફ ઓપરેટિંગ ઓપિસર નીરજ વ્યાસે કહ્યુ છે ક અમને હાલમાં આરબીઆઇ પાસેથી હાઇ વેલ્યુ કરેન્સીમાં ૫૦૦ રૂપિયાની નોટ મળી રહી છે. ૨૦૦૦ રૂપિયાની નોટ અમારા કાઉન્ટર પર રિસરક્યુલેશન મારફતે આવી રહી છે. એસબીઆઈના દેશમાં આશરે ૫૮૦૦૦ એટીએમ છે. એસબીઆઅએ તેના કેટલાક એટીએમમાં ૨૦૦૦ રૂપિયાની નોટ માટે કરેન્સી કેસેટ્‌સને ૫૦૦ રૂપિાયની નોટ માટે રિકેલિબ્રેટ કર્યા છે. વધુને વધુ કેશ મુકી શકાય તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આરબીઆઈ તરફથી હજુ સુધી કોઇ જવાબ મળ્યા નથી. આરબીઆઈ દ્વારા રૂપિયા ૫૦૦ની નોટનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. જેથી ગયા વર્ષે જોવા મળેલી નોટબંધી જેવી કટોકટી ફરી વાર જોવા ન મળે. બેંકરો માને છે કે આરબીઆઇની વ્યુહરચનાનો હિસ્સો પણ તે હોઇ શકે છે. હાઇ વેલ્યુ કરેન્સીના ટોટલ એમાઉન્ટ પર નિયંત્રણ રાખવાના પ્રયાસ તરીકે આવે જોવામાં આવે છે. ૨૦૦૦ રૂપિયાની નોટ ઓછી હોવાના લઇને હાલમાં ચર્ચા જારી છે. દેશમાં બેંકો તરફથી આશરે ૬૦૦૦૦ એટીએમ મેનેજ કરનાર એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેકનોલોજીના એમડી રવિ ગોયલના કહેવા મુજબ ૨૦૦૦ રૂપિયાની નોટના સપ્લાયમાં ચોક્કસપણે ઘટાડો થયો છે પરંતુ એકંદરે સપ્લાયની સ્થિતિ સારી છે. કારણ કે બેંક દ્વારા ૫૦૦ રૂપિયાની નોટ મોટી માત્રામાં આપવામાં આવી રહી છે અને કસ્ટમરો માટે સુવિધાજનક પણ છે. બેંકરોના કહેવા મુજબ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં નોટબંધીની જાહેરાત થયા બાદ તરત જ આરબીઆઈ દ્વારા ૨૦૦૦ની નવી નોટ પ્રકાશિત કરવાની તૈયારી શરૂ થઇ હતી પરંતુ હવે આના સપ્લાયને લઇને એક નવી સપાટી આવી ગઈ છે જેના કારણે આરબીઆઈ પણ અસંતુષ્ટ છે. ઓછા મુલ્યની નોટ વધારે પ્રમાણમાં પ્રિન્ટ કરવાની રણનીતિ હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી છે. આરબીઆઈ ટુંક સમયમાં જ ૨૦૦ રૂપિયાની નવી નોટ પણ જારી કરવાની તૈયારીમાં છે. દેશમાં ૫૦૦૦૦થી વધારે એટીએમ મેનેજ કરનાર હિટાચી પેમેન્ટ સર્વિસના એમડી લોની એન્ટોનીના કહેવા મુજબ હાલ માર્કેટમાં નવી બાબત દેખાઈ રહી છે. ૧૦૦ રૂપિયા અને તેનાથી ઓછા મુલ્યની નોટનું સરક્યુલેશન ચાર લાખ કરોડથી વધારે હતું.

Related posts

भारतीय सुरक्षा सलाहकार जब SCO बैठक से उठकर चले गए…!

editor

અરૂણ જેટલીએ રાહુલ ગાંધીને નાપાસ વિદ્યાર્થી ગણાવ્યા

aapnugujarat

કેન્સર જેવી ગંભીર બિમારીઓની સારવાર થશે સસ્તી, સરકારે તૈયાર કર્યો પ્લાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1