Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેન્સર જેવી ગંભીર બિમારીઓની સારવાર થશે સસ્તી, સરકારે તૈયાર કર્યો પ્લાન

કેન્સરની સારવારને ખૂબ ખર્ચાળ માનવામાં આવે છે. કેન્સરની કીમોથેરેપી અને હાર્મોનલ ડ્રગ થેરપી પર આશરે ૪ લાખ રુપિયા સુધીનો ખર્ચ આવે છે. આમાં સૌથી મોટો ખર્ચ દવાઓનો હોય છે.ત્યારે નીતિ આયોગ અંતર્ગત એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવી છે જે નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિનથી બહારના ડ્રગ્સની ઓળખ કરશે અને જરુરિયાત હશે તો તેની કિંમત નક્કી કરવાની ભલામણ કરશે.
હકીકતમાં દવાઓની કીંમત નક્કી કરવાનો અધિકાર નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી પાસે છે જે એક ઓટોનોમસ બોડી છે.
આ નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન અંતર્ગત આવે છે.નીતિ આયોગના સભ્ય વીકે પોલ અને ડ્રગ્સ એન્ડ હેલ્થ પ્રોડક્ટની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અનુસાર કીંમત નિર્ધારણ લોકોની જરુરિયાત અનુસાર થશે. આમાં કેન્સર જેવી દવાઓનો સમાવેશ થઈ શકે છે. આનાથી ગંભીર બિમારીઓની સારવાર સસ્તી થઈ શકશે.તેમણે કહ્યું કે તાજેતરમાં ગઠન કરવામાં આવેલી આ સમિતિનો પ્રયત્ન હશે કે દવાઓની પ્રાઈસ કૈપમાં સમાનતા હોય. તેમણે સ્પષ્ટ કર્યું કે આવું કરવા પાછળનો ઉદ્દેશ્ય પ્રાઈસિંગ ઓથોરિટીના પાવરને ઓછો કરવાનો નથી. પોલે કહ્યું કે અમારુ માનવું છે કે પ્રાઈસિંગ ઓથોરિટીને સ્વતંત્ર અને મજબૂત કરવામાં આવવું જોઈએ. તેમણે કહ્યું કે અમે પ્રાઈસિંગ ઓથોરિટી ને યોગ્ય આઈડિયાઝ આપીશું.સરકારનું માનવું છે કે પ્રાઈસિંગ ઓથોરિટી દવાઓની ઓળખ કરીને તેની કીંમત નક્કી કરવામાં સક્ષમ નથી. સરકારના આંકડાઓ અનુસાર ફાર્માસ્યૂટિકલ કંપની કેન્સર જેવી દવાઓને મોંઘી વેચવામાં આવી રહી છે.

Related posts

अगस्ता वेस्टलैंड मामला: IT ने गौतम खेतान के खिलाफ 4 नए आरोपपत्र दायर किए

aapnugujarat

पश्चिम बंगाल में प्राचीन मूर्तियां बरामद

editor

ફિટનેસ એકદમ પર્સનલ બાબત : પરિણીતિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1