Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ફિટનેસ એકદમ પર્સનલ બાબત : પરિણીતિ

અર્જુન કપૂર સાથે ‘ઇશકજાદે’ દ્વારા એક્ટિંગની દુનિયામાં આવનારી પરિણીતિ ચોપરાએ છ વર્ષમાં ઘણી ફિલ્મો કરી, જેમાંથી કેટલીક હિટ રહી તો કેટલીક ફ્લોપ. તેની છેલ્લી ફિલ્મ ‘ગોલમાલ અગેઇન’ હિટ રહી. ત્યાર બાદ તેનાં હાથમાં ઘણી સારી ફિલ્મો છે એટલું જ નહીં, પોતાની ફિટનેસનાં કારણે આજે પરિણીતિ ચર્ચામાં છે.
વેઇટ લોસની બાબતથી ચર્ચામાં આવનારી પરિણીતિ કહે છે કે મને એ બાબતે ફરક પડતો નથી કે લોકો મારા વિશે શી વાત કરે છે, કેમ કે તમે દરેક સમયે એ વાત પર ધ્યાન આપી શકતાં નથી. જો તેમ કરશો તો તમે ખોટા ચક્કરમાં ફસાઇ જશો. તમારે સારો અનુભવ કરવાનો છે અને સ્વસ્થ મહેસૂસ કરવાનું છે. સ્વાસ્થ્ય એક પર્સનલ વસ્તુ છે અને આ જ તેની મજેદાર વાત છે.
પરિણીતિ કહે છે કે મારા પર ખાસ અંદાજમાં દેખાવાનું કોઇ દબાણ ન હતું. તે મારો પર્સનલ નિર્ણય હતો. મારા વિચાર એ છે કે તમારે એવું કામ કરવાનું છે, જેનાથી તમને ફાયદો થાય અને સારું મહેસૂસ થાય. મારા પર ખાસ અંદાજમાં કામ કરવાનો કે દેખાવાનું કોઇ દબાણ નથી.
હું સ્વસ્થ રહેવા ઇચ્છું છું અને સ્વસ્થ, સુખી તેમજ સંપૂર્ણ જીવન જીવવા ઇચ્છું છું. સ્વાસ્થ્યનો અર્થ સંપૂર્ણ રીતે ખુદને પડકાર આપવાનો છે. જો આ બધી બાબતો તમને રોમાંચિત નહીં કરે તો તમે બોર થવા લાગશો. હું કંઇ નવું શોધું છું કંઇક એવું, જેનાથી મારી શારીરિક ક્ષમતાઓ વધે.

Related posts

બિહારમાં બેઠકો અંગે અંતિમ નિર્ણય કરાયો નથી : ઉપેન્દ્ર કુશવાહા

aapnugujarat

મુખ્યમંત્રી નીતીશ કુમારના કાફલા પર પથ્થરમારોે

aapnugujarat

गणतंत्र दिवस पर किसानों की ट्रैक्टर रैली पर हम नहीं देंगे आदेश : SC

editor

Leave a Comment

UA-96247877-1