Aapnu Gujarat
રમતગમત

આજે રાજસ્થાન-કોલકાતા વચ્ચે રોમાંચક જંગ ખેલાશે

ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં આજે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જોરદાર મેચ રમાનાર છે. આ મેચ તેમના માટે નિર્ણાયક રહી શકે છે. રાજસ્થાને છેલ્લી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ પર જીત મેળવીને તેની આશા જીવંત રાખી છે. તેના હવે ૧૨ પોઇન્ટ છે. રાજસ્થાનની ટીમે ૧૨ મેચોમાં છમાં જીત મેળવી છે અને અન્ય છમાં તેની હાર થઇ છે. આવી જ રીતે કોલકત્તા નાઇટ રાઇડર્સે પણ ૧૨ મેચો પૈકી છમાં જીત મેળવી છે અને છમાં તેની હાર છે. જો કે પોઇન્ટ ટેબલમાં કોલકત્તા હજુ સારા રેટ સાથે ચોથા સ્થાન પર છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ પાંચમા સ્થાને છે. છેલ્લી મેચમાં રાજસ્થાને મુંબઇ પર સાત વિકેટ જીત મેળવી હતી. ટલર જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. જેથી રાજસ્થાનને તે એકલા હાથ જીત અપાવી રહ્યો છે. છેલ્લી મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઇ ઇન્ડિયન્સે છ વિકેટે ૧૬૮ રન કર્યા હતા.રાજસ્થાને આ રન ત્રણ વિકેટ ગુમાવીને બનાવી લીધા હતા. મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવશે. આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બની શકે છે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે.લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે જે પૈકી ૪૫મેચો રમાઇ ચુકી છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયા દ્વારા કરાશે આ પહેર્લા ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ટીમ વનડે, ટેસ્ટ અને ટ્‌વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે.આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે.

Related posts

गुलाबी गेंद को लेकर पुजारा ने दिए संकेत, युवा खिलाड़ियो के लिए आसान नहीं खेलना

editor

ચેન્નાઇને ફટકો : સુરેશ રૈના આગામી બે મેચમાં નહીંં રમે

aapnugujarat

कोच जेनकिन्स से अलग हुई नाओमी ओसाका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1