Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યોગી પ્રધાનમંડળમાંથી ખરાબ દેખાવ કરનારાને બહાર કરાશે

ઉત્તરપ્રદેશમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તેમના પ્રધાનમંડળમાં ધરખમ ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યા છે. આ સંદર્ભમાં બેઠકોનો દોર જારી રહ્યો છે. આજે પણ સવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થયા હતા. રાજ્યમાં એવી અટકળો ચાલી રહી છે કે, વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને યોગી મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવનાર છે.
નવા ચહેરાઓને સામેલ કરવામાં આવનાર છે. જ્યારે ખરાબ પ્રદર્શન કરી રહેલા પ્રધાનોની હકાલપટ્ટી કરવામાં આવશે. ભાજપની પ્રથમ બેઠક પાર્ટી ઓફિસમાં થઇ હતી જેમાં પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડે, પાર્ટીના તમામ મહાસચિવો, સચિવ, સંગઠનમંત્રી સુનિલ બંસલ ઉપસ્થિત રહ્યા હતા. રવિવારના દિવસે પણ મોડી રાત સુધી બેઠકો ચાલી હતી જેમા કેરાના અને નુરપુરમાં યોજાનારી પેટાચૂંટણીને લઇને પણ વાતચીત કરવામાં આવી હતી. બીજી બાજુ મુખ્યમંત્રી આવાસ પર યોજાયેલી બેઠકમાં ભાજપ કોર કમિટિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં આક્રમક પ્રચાર કર્યા બાદ યોગી આદિત્યનાથ હવે લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી ચુક્યા છે. ભાજપ ૨૦૧૪ની જેમ જ ૨૦૧૯માં જોરદાર વાપસી કરવા ઇચ્છુક છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ૧૮મી મેના દિવસે પાર્ટીના ટોપ લીડરોની મહત્વની બેઠક બોલાવી છે જેમાં અન્ય પાસાઓ ચર્ચાશે. સંગઠનના મંત્રીઓને મંત્રીમંડળમાં ફેરફાર કરીને કઇરીતે મજબૂત કરવામાં આવે તેના ઉપર ચર્ચા ચાલી રહી છે. સરકારી નિગમોમાં ખાલી રહેલી ૩૫૦ સીટ ભરવાના મુદ્દે પણ ચર્ચા થઇ છે. આ ઉપરાંત લોકોને મહત્વના હોદ્દા આપવાના પ્રશ્ને ચર્ચા થઇ હતી.

Related posts

राहुल को प्रधानमंत्री स्वीकार करने के लिए जेडीएस तैयार

aapnugujarat

લોકસભામાં ચર્ચા વગર જ નાણાં વિધેયક-બજેટ પાસ

aapnugujarat

લગ્નમાં ગેસ્ટની સંખ્યા નક્કી કરશે દિલ્હી સરકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1