Aapnu Gujarat
રાષ્ટ્રીય

મકાન માલિકને હેરાન કરતા ભાડુઆતો માટે કાયદાનો દુરુપયોગ માટે સુપ્રિમનો ક્લાસિક ફેંસલો

મકાન માલિક અને ભાડુઆતના ઝઘડા કોઇ પણ જગ્યાએ એક સામાન્ય વાત છે. વિવાદ વધતા મામલો કોર્ટમાં પણ જાય છે અને ફેંસલો પણ આવે છે. પરંતુ સુપ્રીમકોર્ટ સામે એક એવો કેસ આવ્યો જેને કોર્ટે ક્લાસિક કેસ કહ્યો છે. ન્યાયિક પ્રક્રિયાનો ખોટી રીતે ઉપયોગ થાય છે, આ આધારે સુપ્રીમ કોર્ટે ક્લાસિક કેસની સંજ્ઞા આપી છે.
સુપ્રીમ કોર્ટે એક ભાડુઆત વિરૂદ્ધ ફેંસલો સંભળાવ્યો છે. જેને મકાન માલિકને તેની પ્રોપર્ટીથી ત્રણ દાયકા સુધી દૂર રાખ્યો. કોર્ટે ભાડુઆત પર ૧ લાખ રૂપિયાની પેનલ્ટી લગાડવાની સાથે માર્કેટ રેટ પર ૧૧ વર્ષનું ભાડુ આપવાનો આદેશ પણ કર્યો છે.
મકાન માલિક અને ભાડુઆતનો ક્લાસિક કેસ બેંચના જસ્ટિસ કિશન કૌલ અને આર સુભાષ રેડ્ડીએ કહ્યું કે, કોઇના હકને લૂટવા માટે કોઇ કેવી રીતે કાયદાનો દુરપયોગ કરે છે આ કેસ તેનું ક્લાસિક ઉદાહરણ છે. આ મામલો પશ્ચિમ બંગાળના અલીપુરમાં એક દુકાનને લઇ છે. સુપ્રીમ કોર્ટની બેંચ એ આદેશ આપ્યો કે દુકાનને કોર્ટના આદેશના ૧૫ દિવસની અંદર મકાનમાલિકને સોંપી દેવામાં આવે.
કોર્ટે ભાડુઆતને આદેશ આપ્યો કે, માર્ચ ૨૦૧૦થી અત્યાર સુધીનું બજાર ભાવનું જે ભાડું થાય છે તે ત્રણ મહિનાની અંદર માલિકને ચૂકવવું પડશે. આ સિવાય કોર્ટના સમયનો વેડફાટ અને મકાન માલિકને કોર્ટની કાર્યવાહીમાં ઘસેડી સુપ્રીમ કોર્ટમાં લાવવા માટે કોર્ટે ભાડુઆતને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

Related posts

તોયબા લીડર સ્થાનિકોનાં પથ્થરમારા વચ્ચે છઠ્ઠી વખત ભાગવામાં સફળ રહ્યો

aapnugujarat

महबूबा मुफ्ती को पार्टी टूटने का डर

aapnugujarat

ડેરા દ્વારા આત્મઘાતી ટુકડી પણ તૈયાર કરાઇ રહી હતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1