Aapnu Gujarat
ગુજરાત

માતાની સારવાર માટે ૧૨ વર્ષના પુત્રને ૧૦ હજારમાં ગીરો મૂક્યો

મોડાસામાં પાપી પેટ ભરવામાં અસમર્થ પરિવાર દ્વારા બાળકનો નજીવી રકમમાં સોદો કરવાનો ૫ દિવસમાં બીજો કિસ્સો પ્રકાશમાં આવતા ગુજરાતમાં પણ ગરીબી ભરડો લઇ રહી હોવાનો પર્દાફાશ થયો છે. ગિરો મૂકાનાર કિશોરની માતાને વાલ્વની બીમારી હોઇ દવાના ખર્ચ પેટે રૂપિયા ન હતા. પરિણામે નજીકના ખંભીસર ગામમાં ઘેટાં-બકરાં ચરાવવા માટે ૧૨ વર્ષના વ્હાલસોયા પુત્રને ગીરવે મૂકવો પડ્યો. જો કે ઘટનાની જાણ થતાં તંત્રે તેને રેસ્કયૂ કરાવ્યો છે. ઘટના મોડાસાના માલપુરના વાંકાનેડા ગામની છે.
અહીં સીમમાં રહેતો ૫ સભ્યોનો ગરીબ પરિવાર જીવન ટકાવી રાખવા ઝઝૂમી રહ્યો છે. એક તરફ ગરીબી અને ઉપરથી બીમારીનો માર, અપાર વેદના સાથે બાળકને ગીરો મૂકી દીધો. જેની જાણ થાં ત્રણ દિવસ અગાઉ ૧૦ હજારમાં ગીરવે મૂકેલા બાળકનું તંત્ર દ્વારા રેસ્કયુ કરાયું હતું. જિલ્લા બાળ સુરક્ષા વિભાગના કર્મચારીઓ વાંકાનેડામાં પહોંચી તપાસ કરતાં જાણવા મળ્યું કે મા-બાપ અને ત્રણ સંતાનોનો ૫ સભ્યોનો પરિવાર કહેવા પૂરતા છાપરામાં રહે છે. દેશી નળિયાના કાચા ઘરની સ્થિતિ જોઈ અધિકારીઓ પણ ભાવુક બન્યા હતા.
ઘરમાં કમાનાર કોઇ નથી. વધુ પૂછપરછ કરતાં બાળકની માતાને વાલ્વની બીમારી હોઇ દવા કરાવવા માટે પરિવાર પાસે રૂપિયા ના હોય કઠણ કાળજે પોતાના વ્હાલસોયા દીકરાને બકરા ચરાવવા માટે ૧૦,૦૦૦ રુપિયામાં ગીરવે મૂક્યો હતો. તંત્રના અધિકારીઓ જ્યારે પરિવારની મુલાકાત લીધી ત્યારે ગરીબીની ચાડી ખાતી સ્થિતિ જોઇ, તેઓ પણ ચોંકી ઊઠ્યા હતા. ગરીબ પરિવાર પાસે ગીરવે મુકવા માટે બાળક સિવાય કોઇ વિકલ્પ નહતો.

Related posts

दो किलो चरस के मामले में मुख्य आरोपी कश्मीरी शख्स को गिरफ्तार किया गया

aapnugujarat

દેશને લૂંટનાર કોઇને છોડવામાં આવશે નહીં : મોદી

aapnugujarat

ગુજરાત ચૂંટણી : મોદી આજે ફરી ઝંઝાવતી પ્રચાર કરવા માટે તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1