Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત ચૂંટણી : મોદી આજે ફરી ઝંઝાવતી પ્રચાર કરવા માટે તૈયાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને સોમવારના દિવસે ઝંઝાવતી પ્રચાર કર્યા બાદ હવે કાલે ફરી એકવાર પ્રચંડ ચૂંટણી પ્રચાર કરનાર છે. મોદીએ ૨૭મી નવેમ્બરના દિવસે ભુજ, જસદણ, અમરેલીના ધારી અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કર્યા બાદ આવતીકાલે મોરબી, સોમનાથના પ્રાચી, ભાવનગરના પાલિતાણા અને નવસારીમાં પ્રચાર કરવા માટે પહોંચનાર છે. મોદીના તમામ કાર્યક્રમને લઇને તમામ સંબંધિત જગ્યાએ પણ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. સઘન સુરક્ષા પણ ગોઠવી દેવામાં આવી છે. ભાજપના કાર્યકરોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના પ્રદેશ મિડિયા સેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, મોદી આવતીકાલે ગુજરાતના ચૂંટણી પ્રચાર્થે ફરી એકવાર પહોંચાનર છે.
એક દિવસના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન મોદી આવતીકાલે સવારે નવ વાગે મોરબીમાં પહોંચશે. અને સભા કરશે. ત્યારબાદ આશરે ૧૧ વાગે સોમનાથના પ્રાચી ખાતે પહોંચશે. બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ ભાવનગરના પાલિતાણામાં પહોંચશે. આવી જ રીતે બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ તેમની નવસારીમાં સભા થનાર છે. ગુજરાતમાં મોદી ચૂંટણી પ્રચારનુ રણશિંગુ ફુંકી ચુક્યા છે. પ્રથમ તબક્કાની ૮૯ સીટ માટે પ્રચારનો પવનવેગી પ્રારંભ પણ કરી ચુક્યા છે. મોદીના આક્રમક ચૂંટણી પ્રચાર ઉપર હવે તમામ રાજકીય પક્ષોની પણ નજર રહેશે. મોદી જે સ્થળોએ જાહેરસભા સંબોધવાના છે તે સ્થળે આસપાસના અન્ય વિધાનસભા ક્ષેત્રોને પણ આવરી લેવાશે. એટલે કે, ત્યાંથી પણ સ્થાનિક લોકો, ગ્રામજનો અને ભાજપના કાર્યકરો-આગેવાનો આ સભાઓમાં ભાગ લેશે. ગઇકાલે સોમવારના દિવસે મોદીએઅ ધારણા પ્રમાણે જ જોરદાર પ્રચાર કરીને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા અને સાથે સાથે ૧૫૦થી વધારે સીટો જીતવા માટેનો દાવો પણ કર્યો હતો. કોંગ્રેસ પાર્ટી પર જુદા જુદા મુદ્દા પર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણીને લઇને હવે વધારે સમય રહ્યો નથી ત્યારે ચૂંટણી પ્રચાર આસમાને છે. બન્ને પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસે આ વખતે તમામ તાકાત ચૂંટણીમાં લગાવી દીધી છે. એકબાજુ કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી જીએસટી અને નોટબંધીને લઇને સતત પ્રહારો કરી રહ્યા છે. બીજી બાજુ મોદી ગુજરાતમાં ગઇકાલે પહોંચ્યા બાદ ફરી એકવાર વિકાસની જ વાત કરી હતી. મોદીએ પોતાના સંબોધનમાં મોટા ભાગે અગાઉની કોંગ્રેસની સરકારો દ્વારા ગુજરાતને કરવામાં આવેલા અન્યાયની વાત કરી હતી. સરદાર પટેલ, મોરારજી દેસાઇ અને અન્યો પ્રત્યે કરવામાં આવેલા વર્તનને લઇને વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે પ્રચંડ ચૂંટણી પ્રચાર કરીને કોંગ્રેસ પાર્ટી ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. એક પછી એક રેલીઓ યોજી હતી. મોદીએ સૌથી પહેલા ભુજ, રાજકોટ, અમરેલી, કડોદરા (સુરત ગ્રામ્ય)માં ઝંઝાવતી પ્રચાર કરીને લોકોના મન જીતી લીધા હતા. મોદીએ ચૂંટણી પ્રચારના ભાગરુપે છેલ્લે સુરતમાં કડોદરા છેલ્લે પહોંચ્યા હતા. મોદી ત્રણ વાગે પહોંચવાના હતા પરંતુ દોઢ કલાક મોડા પડ્યા હતા. અહીં મોદીએ ૧૬ બેઠકો માટે ભાજપ માટે મત માંગ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, ભાજપ પ્રચંડ બહુમતિ સાથે જીત મેળવશે. મોદીએ દાવો કરતા કહ્યુ હતુ કે તમામ સર્વે ખોટા પડશે અને ભાજપ ૧૫૦થી વધારે સીટ જીતી જશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરીને કોંગ્રેસ ઉપર તમામ મુદ્દાઓ ઉપર પ્રહારો કર્યા હતા. નોટબંધીને લઇને પણ કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા. નોટબંધીના મામલે તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના આડેધડ કમાણી કરી આપતા લોકોના કામ બંધ થઇ ગયા છે જેથી તેઓ હજુ સુધી ગાળો આપી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓએ ચા વેચી છે પરંતુ દેશ વેચ્યો નથી. તેમણે કહ્યું હતું કે તેમની સરકાર ગરીબલક્ષી સરકાર છે. કોંગ્રેસ હંમેશા ગરીબ વિરોધી રહી છે. માનવતાના આધાર પર તેમની સરકાર સતત કામ કરી રહી છે. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી પટેલોને હમેશા ના પસંદ કરતી રહી છે. લોકોને કોંગ્રેસની રણનીતિમાં ન ફસવા સૂચન કર્યું હતું. એક જાતિને બીજી જાતિની સામે ઉભી કરવી કોંગ્રેસની માનસિકતા રહી છે.નોટબંધીની વાત કરતા તેમણે કહ્યુ હતુ કે આના કારણે જમ્મુકાશ્મીરમાં પથ્થરબાજોની ગતિવિધી પર બ્રેક મુકાઇ ગઇ છે. ત્રાસવાદીઓ દ્વારા કોને કઇ રીતે નાણાં પહોંચી રહ્યા હતા તે બાબત સપાટી પર આવી છે.ગુજરાતમાં પ્રથમ તબક્કામાં નવમી ડિસેમ્બરના દિવસે મતદાન થશે. પ્રથમ તબક્કામાં ૮૯ સીટને આવરી લેવામાં આવનાર છે. જ્યારે બીજા તબક્કામાં ૧૪મી ડિસેમ્બરના દિવસે મતદાન થશે. જેમાં અમદાવાદ સામેલ છે.

Related posts

ગુજરાત સરકારના કર્મચારીઓ – પેન્સનર્સને મોંઘવારી ભથ્થામાં વધારો આપવાનો નિર્ણય

aapnugujarat

દિનેશ બાંભણિયાની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

aapnugujarat

કોરોના સંક્રમણને કારણે અવસાન પામેલ પોલીસ વિભાગના કર્મચારીઓના આશ્રિતોને સહાય

editor

Leave a Comment

UA-96247877-1